તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 21st October 2024
બનાવટી પીએસઆઈ બની જ્વેલર્સને ડરાવી નાણાં ખંખેર્યાઃમૂળ સૌરાષ્ટ્રના એક શખ્સને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો
નકલી અધિકારી બનવાનો સીલસીલો ગુજરાતમાં હજુ ખત્મ થયેલ નથી સીપી નરસિંહમાં કોમારે ઘટના ગંભીરતાથી લીધી, ઇન્ચાર્જ સંયુક્ત કમિશનર ડો. લીના પાટીલ, એસીપી હરપાલસિહ રાઠોડનાં માર્ગદર્શનમાં પીઆઇ આર જી.જાડેજા અને પીઆઇ એચ. ડી. તુવરાનાં નેતળત્વમાં પીએસઆઈ ડી.આર દેસાઇ સહિતના સ્ટાફે અંતે ઝડપી લીધો

રાજકોટ તા. ર૧ : નકલી પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ઓળખ આપી વાપીના જવેલર્સને તમે ચોરીનો માલ લીધાનું તપાસમાં બહાર આવ્યાનું અને તે મુદ્દામાલ પેટે તેટલી જ રકમ નહિ ચૂકવવામાં આવે તો મારી ટીમ વડોદરાથી વાપી આવી પગલાં ભરશે તેવી ધમકીથી ડરી રકમ જમાં કરનાર શખ્સ સામે નોંધાયેલ ફરિયાદને પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા ખૂબ ગંભીરતાથી લેવા સાથે આ નકલી પીએસઆઈનો કોઈ ભોગ બને તે પહેલા તેમને ઝડપી લેવા ક્રાઇમ બ્રાન્ચને જવાબદારી સિનિયર અધિકારીઓના માર્ગદર્શન સાથે સુપ્રત કરતા મૂળ સૌરાષ્ટ્ર્નો વતની હાલ વતની વડોદરાના અભિષેક પટેલને ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પકડાયેલ આરોપી સામે વાપી પોલીસ સ્ટેશનમાં જવેલર્સની શોપ ધરાવી વેપાર કરતા ફરીયાદીએ આપેલ મુજબ આ ગુનાની ટુંક વિગત આ મુજબ છે. આ કામે કોઇ અજાણ્યો આરોપી ઇસમે તા.૧૫/૧૦/૨૦૨૪ ના રોજ મોબાઇલ ફોનથી ફરીયાદીને ફોન કરી પોતાનું નામ પી.એસ.આઇ. અર્જુનસિંહ ઝાલા વડોદરાથી બોલુ છુ. તેમ જણાવી એકસ્ત્રીને અમોએ પકડેલ છે. જે નાની મોટી ચોરી કરે છે. અને તેણીએ તમારી દુકાને સાડા પાંચ ગ્રામની સોનાની ચેઇન કી.રૂ. ૨૯,૫૦૦/- માં ડીસેમ્બર મહીનામાં વેચેલ છે તેવી કબુલાત કરેલ છે. જો તમે ૨૯,૫૦૦/ રૂપીયા આપી દો તો હું કેસ કલોઝ કરી દઇશ જો તમે રૂપીયા નહી આપો તો હું તમારી દુકાન ઉપર મારી ટીમ મોકલુ છુ. તેમ જણાવી ફરીયાદીને ગુગલ પેનો મોબાઇલ નંબર આપતા ફરીયાદી ગભરાઇ જઇ તેઓના મોબાઇલ ફોનથી રૂ.૨૨,૫૦૦/ તથા રૂ.૭૦૦૦/-
મળી કુલ્લે રૂ.૨૯,૫૦૦/ ની રકમ આરોપીને ટ્રાન્સફર કરાવી મોકલી આપેલ. ત્યારબાદ આરોપીનો મોબાઇલ ફોન સ્વીચ
ઓફ આવતા જેથી ફરીયાદી સાથે આરોપીએ પોલીસના નામે રૂપીયા પડાવી ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી
કરેલાનુ જણાઇ આવતા જેથી ફરીયાદીએ વાપી G.I.D.C.પોલીસ સ્ટેશન ખાતે આ અંગે ફરીયાદ આપતા ગુનો નોંધાયેલ.આ ગુનાની તપાસ દરમ્યાન આરોપીએ પોતાના નામથી મેળવેલ ફોન નંબરથી ફોન કરેલાનુ અને તેની
પત્નીના બેંક એકાઉન્ટમાં ઠગાઇની રકમ મેળવેલાનું પ્રાથમીક તપાસ દરમ્યાન જણાઇ આવેલ.
આ સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ સંયુક્ત પોલીસ કમિશનર ડો. લીના પાટીલ, અને એસીપી હરપાલસિહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ આર.જી.જાડેજા, પીઆઇ એચ. ડી. તુવારાનાં નેતળત્વમાં પીએસઆઈ ડી.આર . દેસાઈ સ્ટાફ દ્વારા થયેલ.

(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
