<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

૨૨ વર્ષની યુવતી ગરબા રમીને ઘરે આવીને સૂઈ ગઈ : સવારે ઊઠી જ નહીં

રાત્રી દરમિયાન હાર્ટએટેકથી મોત થયાનું અનુમાન

મહીસાગર, તા.૭: ગુજરાતમાં નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. આ દરમિયાન મહીસાગરથી એક કરુણ સમાચાર મળી રહ્યા છે. બાલાસિનોરમાં ૨૨ વર્ષની યુવતી નવરાત્રીમાં ગરબા રમીને ઘરે આવીને સૂઈ ગઈ હતી. જે બાદ સવારે ઊઠી જ ન હતી. જેથી પરિવાર યુવતીને તાત્‍કાલિક હોસ્‍પિટલ લઈ ગયો હતો. જ્‍યાં તેને હાજર તબીબોએ મળત જાહેર કરી હતી. આ સમાચાર સાંભળતા જ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. હાલ આ યુવતીનું મોત ઉંઘમાં હાર્ટએટેક આવવાને કારણે થયાનું અનુમાન લગાવાવમાં આવી રહ્યુ છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, મહીસાગરના બાલાસિનોરની ૨૨ વર્ષની યુવતીનું મોત નીપજ્‍યું છે. ભાટવાડા વિસ્‍તારમાં રહેતી ૨૨ વર્ષની ફાર્માસિસ્‍ટ યુવતી ભાર્ગવી ભટ્ટ નવરાત્રીમાં ગરબા રમવા ગઈ હતી. ગરબા રમીને તે ઘરે આવીને સૂઈ ગઈ હતી.

જે બાદ સવારે તે ઊઠી જ નહીં. જેથી પરિવારે તેને ઉઠાડી છતાં તે ઊઠી ન હતી. જે બાદ પરિવાર તેને તાત્‍કાલિક હોસ્‍પિટલ લઈ ગયા હતા. જ્‍યાં તબીબોએ તેને મળત જાહેર કરી હતી. આ સમાચાર સાંભળતા જ આખા પરિવારમાં આઘાત છવાઈ ગયોહતો.

આ કેસમાં રાત્રિ દરમિયાન હાર્ટ એટેકથી મોત થયાની વિગતો સામે આવી રહી છે. ૨૨ વર્ષીય ફાર્માસિસ્‍ટ યુવતીનું એટેકથી મોત થતાં પરિવાર તેમજ સોસાયટી વિસ્‍તારના લોકો શોકમગ્ન બન્‍યા છે.

(4:35 PM IST)