News of Sunday, 8th September 2024
વડોદરામાં મધરાતે TVSના શો-રૂમમાં ભયંકર આગ: દોઢ કરોડના 250 ટુ-વ્હીલર બળીને ખાખ
ફાયર વિભાગની યુધ્ધના ધોરણે કામગીરી: 10 ફાયર ફાઈટરો કામે લાગ્યા

વડોદર: શહેરના સિંધવાઇ માતા રોડ પ્રતાપનગરમાં આવેલા ટીવીએસ શોરૂમમાં આગ લાગી હોવાનો કોલફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગને ગત મોડીરાત્રે મળ્યો હતો. આ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 10 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ત્રણ કલાકથી વધુની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
