<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

સરદાર સરોવર ડેમમાં થઇ 2,65,748 ક્યુસેક પાણીની આવક :ડેમના 15 દરવાજા ખોલાયા

વરબેડ પાવરહાઉસમાંથી 36,975 ક્યુસેક પાણી અને કેનાલ હેડ પાવરહાઉસમાંથી 23,081ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે

અમદાવાદ : રાજયમાં વરસાદી માહોલ અને ઉપરવાસની ભારે આવકના કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થઇ રહયો છે  સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી 2,65,748 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ સરદાર સરોવર ડેમની જળસપાટી 135.30 મીટર પર પહોંચી ગઈ છે. 

 જો કે ડેમના 15 દરવાજા 1.65 મીટર ખોલીને નર્મદા નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. સરદાર સરોવર ડેમ ખાતે બનેલ વરબેડ પાવરહાઉસમાંથી 36,975 ક્યુસેક પાણી અને કેનાલ હેડ પાવરહાઉસમાંથી 23,081ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે

(5:25 PM IST)