<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

રાજ્યમાં વરસાદનું જોર વધશે : 24થી 28 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા

ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા: કેટલાંક વિસ્તારોમાં 6થી 7 ઇંચ વરસાદ પડે તેવી પ્રબળ સંભાવના

અમદાવાદ : રાજ્યમાં 24 ઓગસ્ટ બાદ વરસાદનું જોર વધી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. 22 અને 23 ઓગસ્ટે ઘણાં ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં પડશે. 24થી 28 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

   પંચમહાલ, વડોદરાના ભાગોમાં 3થી 4 ઇંચ વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. કેટલાંક વિસ્તારોમાં 6થી 7 ઇંચ વરસાદ પડે તેવી પ્રબળ સંભાવના છે.

(9:12 PM IST)