News of Thursday, 8th August 2024
દેશમાં ૪પ૮.૯૩ લાખ મેટ્રિક ટન ખાતર ઉત્પાદન, તે પૈકી ૭૧.૦૩ લાખ મેટ્રિક ટન એકલા ગુજરાતમાં
ખાતર ઉત્પાદન વધારવા વિવિધ પગલાઃ નરહરિ અમીનને કેન્દ્રીય મંત્રીનો જવાબ

રાજકોટ તા. ૮: શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) દ્વારા દેશમાં ખાતર ઉત્પાદન એકમોની ઉત્પાદન ક્ષમતા કેટલી છે અને ઉત્પાદન ક્ષમતા વધારવા આયોજન બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેનાં અનુસંધાને, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ રાજ્યમંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલે જવાબ આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન દેશનાં મુખ્ય ખાતર ઉત્પાદન એકમોમાં મુખ્ય ખાતરો એટલે કે, યુરીયા, ડીએપી કોમ્પ્લેક્ષ ખાતરો અને એમોનિયમ સલ્ફેટની સ્થાનિક ઉત્પાદન ક્ષમતા ૪૬૦.૮૩ લાખ મેટ્રિકટન હતી.
યુરિયા સેક્ટરમાં નવા રોકાણની સુવિધા આપવા અને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ‘‘નવી રોકાણનીતિ'' સરકારે જાહેર કરી હતી. તે અંતર્ગત કુલ ૬ નવા યુરીયા એકમોની સ્થાપના કરી છે. જેમાં નોમિનેટેડ PSU ની જોઈન્ટ વેન્ચર કંપનીઓ (IVC) નાં ૪ યુનિટ અને ખાનગી કંપનીઓનાં ૨ યુનિટનો સમાવેશ થાય છે. થ્સ્ઘ્ દ્વારા સ્થાપિત એકમોમાં તેલંગાણામાં રામાગુંડમ ફર્ટીલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ અને ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને બિહારમાં હિન્દુસ્તાન ઉર્વરક એન્ડ રસાયણ લિમિટેડ,ગોરખપુર; સિદ્દી અને બરૌની નામનાં ૩ યુનિટ છે. જ્યારે ખાનગી કંપનીઓ દ્વારા સ્થાપવામાં આવેલ એકમોમાં પヘમિ બંગાળમાં મેટીકસ ફર્ટીલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લી.પનાગઢ અને રાજસ્થાનમાં ચંબલ ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ગડેપન-૩ યુરીયા યુનિટ છે. આ દરેક એકમોએ વાર્ષિક ૧૨.૭ લાખ મેટ્રિક ટન ની ક્ષમતા સ્થાપિત કરી છે. આ એકમો નવીનતમ ટેકનોલોજી પર આધારિત હોઈ અત્યંત કાર્યક્ષમ છે. તેથી આ બધા એકમોએ મળીને વાર્ષિક ૭૬.૨ લાખ મેટ્રિક ટન યુરીયાનાં ઉત્પાદનનો વધારો કર્યો છે. જેનાંથી વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન દેશની યુરિયાની કુલ ઉત્પાદન ક્ષમતા ૨૦૭.૫૪ લાખ મે.ટન હતી તે વધીને હાલમાં ૨૮૩.૭૪ લાખ મે.ટન થઇ ગઈ છે. વધુમાં, કોલ ગેસીફિકેશન રૂટ પર ૧૨.૭ લાખ મે.ટનનો નવો ગ્રીન ફિલ્ડ એરિયા પ્લાન્ટ સ્થાપીને તલ્ચર ફર્ટિલાઇઝર્સ લિમિટેડ નામનાં PSU નાં યુનિટનાં રીવાઈવલ માટેની વિશિષ્ટ પોલીસીને પણ મંજૂરી આપવામાં આવી છે.
તદ્ઉપરાંત સરકારે ફોસ્ફેટિક અને પોટાસિક ખાતરો (P&K) માટે તા.૧/૪/૨૦૧૦ થી ‘‘પોષક તત્વો આધારિત સબસીડી નીતિ'' લાગુ કરી છે. આ નીતિ અંતર્ગત સબસીડીની નિヘુિત રકમ વાર્ષિક/દ્વિવાર્ષિક ધોરણે નક્કી કરવામાં આવે છે.
કેન્દ્રીય મંત્રીએ જવાબમાં જણાવેલ કે, ન્યુટીસન્ટ બેઝડ સબસીડી (NBS) હેઠળની ખાતર કંપનીઓને તેમની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે અને નવી કપનીઓ અને તેમના ખાતર ઉત્પાદનો ને NBS હેઠળ સામેલ કરવા માટે, ઉત્પાદનને વેગ આપવા અને દેશને ખાતર ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા માટે પરવાનગી આપવામાં આવે છે. મોલાસીસમાંથી મેળવેલ પોટાશ કે જે ૧૦૦% સ્વદેશી ઉત્પાદિત ખાતર છે તેને તારીખ ૧૩-૧૦-૨૦૨૧ થી પોષક તત્વો આધારિત સબસીડી (NBS) હેઠળ જાહેર કરવામાં આવ્યું છે.
વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન મુખ્ય ખાતર ઉત્પાદન કરતા રાજ્યો વાઈસ અને કંપની વાઈસ આંકડાકીય માહિતી આપતા રાજ્યમંત્રીશ્રીએ એ કહ્યું કે, સમગ્ર દેશમાં આવેલ કુલ ૫૨ ફર્ટીલાઈઝર્સ કંપનીઓ/એકમો દ્વારા ૪૫૮.૯૩ લાખ મે.ટન ઉત્પાદન થયું છે, તે પૈકી ગુજરાતમાં કંડલા, કલોલ, હજીરા, ભરૂચ, વડોદરા અને સિક્કા ખાતે આવેલ એકમો દ્વારા ૭૧.૦૩ લાખ મે.ટન ઉત્પાદન થયું છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
