News of Wednesday, 17th July 2024
જેડબ્લ્યુ દ્વારા અમદાવાદમાં પ્રથમ સામુહીક વન બનાવવાનો પ્રારંભ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદઃ જેડબ્લ્યુ દ્વારા અમદાવાદમાં પ્રહલાદનગર ખાતે પ્રથમ સામુદાયિક વન બનાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ વનની અંદર વિવિધ સ્થાનિક પ્રજાતિઓ તેમજ આકારોના બે હજાર છોડનો સમાવેશ કરવામાં આવશે. ૨૦૦ વધુ મોટા વૃક્ષો હશે. ૫૦૦ વધારે મધ્યમ કદના વૃક્ષો અને હજારથી વધુ નાના છોડ ઝાડીઓનું આ વન બનશે. જે ત્રણ સ્તરનું હશે.
જેડબ્લ્યુના એકઝીકયુટીવ ડાયરેકટર શાંભવ ચૌહાણે જણાવ્યુ હતું કે અમારો ધ્યેય સમૃધ્ધ ઇકોસિસ્ટમ બનાવવાનું છે. તેમજ પર્યાવરણ સંરક્ષણની પ્રેરણા આપવાનું છે. ગયા વર્ષે જેડઅર્થ દ્વારા ગાંધીનગર પાસે ત્રણ તળાવોને પુનર્જીવીત કરવાની પહેલ કરી હતી અને ભુર્ગભ જળ રીચાર્જ કરવા અને નિરાકરણ માટે ખભાળ કૂવો બનાવ્યો હતો.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
