News of Thursday, 11th July 2024
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે અને અમદાવાદ અને વડોદરા સહિત ભારે વરસાદ થઇ શકે
કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ખેડામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા

અમદાવાદ : આજી દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ જોવા મળ્યો છે. સુરતના કામરેજ સહિતના વિસ્તારમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 15 જુલાઈ સુધીની વરસાદ અંગેની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ અને વડોદરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે.
11 જુલાઈના રોજ આજે રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ખેડામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
12 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહિસાગરમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.
13 જુલાઈના રોજ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહિસાગર, તાપી અને ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
14 અને 15 જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહિસાગર, સુરત, તાપી અને ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
