તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૫ બુધવાર
News of Sunday, 30th June 2024
વરસાદ સહિતના સમાચારો ઉડતી નજરે

સુરતમાં મુશળધાર પાંચ ઇંચ વરસાદના પગલે અનેક વિસ્તારોમાં નીચાણ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, શહેરમાં જળબંબાકારની સ્થિતિ
સૌરાષ્ટ્રના ભાવનગર રાજકોટ અમરેલી બોટાદ તથા કચ્છ સહિત નવસારી વલસાડ સુરત તાપી, અમદાવાદ આણંદમાં રેડ એલર્ટ આપવામાં આવેલ છે
આજે સવારથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
હવામાન ખાતાએ આવતા સાત દિવસ માટે વરસાદની આગાહી કરી છે
સૌરાષ્ટ્રના અમરેલી શહેર સહિત જિલ્લાના બાબરા લીલીયા લાઠી બગસરા વગેરે પંથકમાં ધોધમાર વરસાદ પડ્યાના અહેવાલ છે, જ્યારે લાઠી શહેર અને આસપાસના તાજપર રામપુર સહિતના ગામડાઓમાં અને કુકાવાવના અમરાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે
સૌરાષ્ટ્રના ધોરાજી અને ગ્રામ્ય પંથકના સુપેડી નાની વાવડી મોટીવાવડી તોરણીયા સહિતના ગામોમાં વરસાદે પગલા પાડ્યા છે, જોરદાર વરસાદ પડ્યો
રાજ્યમાં સીઝનનો ૯.૨૫% જ્યારે કચ્છમાં ૧૪.૬૦ ટકા વરસાદ પડ્યો છે, સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૪.૨૪% વરસાદ વરસ્યો.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
