News of Saturday, 29th June 2024
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે એક દાયકાથી વધુ સમય સેવાઓ આપી કે. કૈલાસનાથન કાર્યનિવૃત થયા : જુઓ વિડિઓ
અનેક પોલિસી ઘડતર, પનીની વોટરગ્રીડ અને ભૂકંપના પુનર્વસનમાં કાર્યકુશળતાથી ઉત્કૃષ્ટ કામ થયું

મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે એક દાયકાથી વધુ સમય સુદીર્ઘ સેવાઓ આપીને શ્રી કે. કૈલાસનાથન તા.30મી જૂન, 2024થી કાર્યનિવૃત્ત થઈ રહ્યા છે.
— CMO Gujarat (@CMOGuj) June 29, 2024
તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અગ્ર સચિવ તરીકે શ્રી કે. કૈલાસનાથન 2006થી મુખ્યમંત્રી કાર્યાલયમાં… pic.twitter.com/Xd0aXMVpnk
ગાંધીનગર :મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે એક દાયકાથી વધુ સમય સુદીર્ઘ સેવાઓ આપીને કે. કૈલાસનાથન તા.30મી જૂન, 2024થી કાર્યનિવૃત્ત થઈ રહ્યા છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અગ્ર સચિવ તરીકે કે. કૈલાસનાથન 2006થી મુખ્યમંત્રી કાર્યાલયમાં સેવાઓ આપતા હતા.
રાજ્યમાં ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અને પોર્ટ પોલિસી ઘડવામાં અને પીવાના પાણીની વોટરગ્રીડ તથા અમદાવાદમાં ભૂકંપ પૂનર્વસન જેવા ક્ષેત્રોમાં તેમની કાર્યકુશળતાથી ઉત્કૃષ્ટ કામ થયું છે.
વર્ષ 2013માં સનદી સેવાઓમાંથી નિવૃત્ત થયા પછી પણ કૈલાસનાથનની સેવાઓ મુખ્યમંત્રીના કાર્યાલયમાં મુખ્ય અગ્ર સચિવ તરીકે સતત મળતી રહી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની એક્ઝિક્યુટીવ કમિટીના ચેરમેન તરીકે આશ્રમ રિડેવલપમેન્ટના કામમાં પણ તેમનું માર્ગદર્શન મળી રહ્યું છે.
કૈલાસનાથનને સ્વસ્થ અને તંદુરસ્ત નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
