<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

વલસાડમાં સિવિલ હોસ્પિટલમાં પુત્રની સારવાર દરમિયાન પિતાએ હોસ્પિટલના 6 માળેથી આપધાત કરવા પ્રયાસ કર્યો

પુત્રની સારવાર કરવા આવેલ દંપતી વચ્ચે ઝઘડો થતા પતિ વિફર્યો :સ્ટાફની ભારે મહેનત-સમજાવ્યા બાદ પતિની નીચે ઉતારી દેવામાં આવ્યો

વલસાડમાં સિવિલ હોસ્પિટલમાં પોતાના પુત્રની સારવાર કરવા આવેલુ પતિ – પત્ની વચ્ચે કોઈ કારણ સર ઝગડો થતા પતિ હોસ્પિટલના 6 માળની બારી ઉપર જઈ આપધાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સમય સુચકતા હોસ્પિટલના સ્ટાફે અને અન્ય વ્યક્તિને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.
ઘરના ઝગડા જ્યારે બહાર આવે ત્યારે હાઈવોલ્ટેજ ડ્રામા થતા હોય છે. બસ આવો એક જ બનાવ વલસાડના સિવિલ હોસ્પિટલ ખાતે થયો હતો. જ્યારે એક દંપત્તી પોતાના પુત્રની સારવાર દરમિયાન જ્યારે સિવિલ હોસ્પિટલમાં આવ્યા ત્યારે કોઈક કારણ સર દંપત્તીના વચ્ચે અણબનાવ બન્યો હતો. આ અણબનાવ એટલો જોરદાર હતો કે. પતિ હોસ્પિટલના 6 માળ ઉપર આપધાત કરવા જતો રહ્યો હતો. તે જોઈને હોસ્પિટલના સ્ટાફ અને અન્ય લોકો ડરી ગયા હતા. ત્યારે સ્ટાફની ભારે મહેનત બાદ પતિ ને સમજાવ્યા બાદ પતિની નીચે ઉતારી દેવામાં આવ્યો હતો. તેથી મોટી દુર્ધટના થતા બચી ગઈ હતી.

(1:34 PM IST)