News of Friday, 28th June 2024
સુનિતા વિલિયમ્સની રક્ષા કરજો... સુરક્ષિત પરત લાવજો : વતન ઝુલાસણમાં ગામ લોકોની પ્રાર્થના
અખંડ જયોત સાથે દોલા માતાજી મંદિરમાં સમુહમાં પ્રાર્થના કરતા લોકો

અમદાવાદ, તા.૨૮: સુનિતા વિલિયમ્સ સુરક્ષિત પરત ફરે એ માટે પૈતળક ગામ ઝુલાસણ દોલા માતાજી મંદિર ખાતે અખંડ જ્યોત પ્રાર્થના.
હે મા અમારા સૌની એક જ અરજ છે કે ગામની હોનહાર દીકરી સુનિતા વિલિયમ્સની રક્ષા કરજો, સુનીતાને સુરક્ષિત પળથ્વી પર પરત લાવજો...આ શબ્દો છે સુનિતા પંડ્યા વિલિયમ્સના પૈતળક ગામ ઝુલાસણ વાસીઓના. નાનકડા એવા ઝુલાસણ ગામમાં આજે સૌ કોઇ સુનિતા માટે ચિંતિત છે. ભીની આંખે સૌ કોઇ ગામના દોલા માતાજી સમક્ષ અખંડ જ્યોત રાખી એક જ આજીજી કરી રહ્યા છે કે મા અમને તમારા પર પુરી શ્રધ્ધા છે. મા, આપણી દિકરીની રક્ષા કરજો.
મહેસાણા અમદાવાદ હાઇવે પર રાજપુર નજીક આવેલું નાનકડું ઝુલાસણ ગામ સુનિતા વિલિયમ્સનું પૈતળક ગામ છે. સુનિતાના પિતા ડો.દિનેશભાઇ પંડ્યાએ પોતાનું બાળપણ અહીં વિતાવ્યું હતું. સુનિતા ભલે ગામમાં મોટી થઇ નથી પરંતુ ગામલોકો પોતાની દિકરી કરતાં પણ વધુ સ્નેહ વરસાવે છે.સુનિતા વિલિયમ્સ સુરક્ષિત પળથ્વી પર પરત ફરે એ માટે માદરે વતન ઝુલાસણ ગામે દોલા માતા સમક્ષ અખંડ જ્યોત.
સ્પેશ સ્ટેશનમાં ગયા બાદ પરત ફરતી વખતે સ્પેશયાનમાં સર્જાયેલી ખામીને પગલે સુનીતા મુસીબતમાં મુકાઇ છે. એ વાતની ખબર પડતાં જ ગામલોકો ચિંતિત બન્યા છે. ગામના અબાલ વળધ્ધ સૌ કોઇ સુનીતા સુરક્ષિત પરત ફરે એવું ઇચ્છી રહ્યા છે. સુનીતા વિલિયમ્સની રક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે. સ્કૂલના બાળકો અને ગ્રામજનોએ સુનિતા વિલિયમ્સની રક્ષા માટે શુક્રવારે સવારે અખંડ જ્યોત યાત્રા કાઢી હતી.
ગામની દિકરી સુનિતા વિલિયમ્સ સુરક્ષિત પરત ફરે એ માટે ઝુલાસણ ગામલોકો પ્રાર્થના કરી રહ્યા છે.
ઝુલાસણ ગામના પૂર્વ સરપંચ દિનેશભાઇ પટેલ જણાવે છે કે, સુનિતા વિલિયમ્સ ગામની દિકરી છે, દેશ દુનિયામાં ગામનું ગૌરવ વધાર્યું છે. આવી હોનહાર દિકરી મુસીબતમાં મુકાઇ છે એ જાણી ગામ લોકો ચિંતિંત બન્યા છે. સૌ કોઇ સુનીતાની રક્ષા માટે પ્રાર્થના કરી રહ્યું છે. ગામ લોકોએ આજે દોલા માતાજી સમક્ષ આજીજી કરી છે અને સુનિતા હેમખેમ પરત ફરે એ માટે માતાજી સમક્ષ અખંડ જ્યોત મુકી છે. સુનીતા સુરક્ષિત પરત ફરશે ત્યાં સુધી આ અખંડ જ્યોત મંદિરમાં પ્રજ્વલિત રાખવામાં આવશે.
વિલિયમ્સ હેમખેમ પરત ફરે એ માટે ઝુલાસણ સ્થિત દોલા માતાજી મંદિર ખાતે પ્રાર્થનાઃ ગામના પ્રાચીન દોલા માતાજી મંદિરના પુજારી દિનેશભાઇ જણાવે છે કે, દોલા માતાજી પ્રત્યે ગામ લોકોની પૂર્ણ આસ્થા છે. ગામમાં સારા નરસા પ્રસંગે દોલા માતાજી સમક્ષ અરજ કરવામાં આવે છે. આજે અખંડ જ્યોત રાખી સુનિતા વિલિયમ્સની રક્ષા માટે અરજ કરવામાં આવી છે. શનિવારે મંદિરમાં ૧૨ કલાક સુધી દોલા માતાજીની ધૂન કરવામાં આવશે અને રવિવારે સુનીતાની રક્ષા માટે મંદિરમાં યજ્ઞ કરવામાં આવશે.
દોલા માતાજી પ્રત્યે પૂર્ણ શ્રધ્ધા વ્યક્ત કરતાં પૂર્વ સરપંચ દિનેશભાઇ પટેલ કહે છે કે, દોલા માતાજી ગામ લોકોની અરજ સાંભળે છે, અગાઉ પણ જ્યારે સુનિતા સામે સંકટ ઉભું થયું હતું ત્યારે પણ અમે મંદિરમાં અખંડ જ્યોત રાખી પ્રાર્થના કરી હતી. માએ અમારી લાજ રાખી હતી અને સુનીતા હેમખેમ પરત ફરી હતી. આ વખતે પણ અમને પૂર્ણ વિશ્વાસ અને શ્રધ્ધા છે કે મા અમારી દિકરીને સુરક્ષિત પળથ્વી પર પરત લાવશે.
સુનિતા વિલિયમ્સ કયાં ફસાયા છે?
અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્પેસમાં ફસાયા છે. સ્પેસક્રાફ્ટમાં હીલિયમ લીક થવાના કારણે તેઓ પરત ફરી શકતા નથી. સુનિતા જે સ્પેશયાનમાં પરત ફરવાના હતા એ યાનમાં ખામી સર્જાતાં સ્પેસમાં ફસાયા છે. સુનિતા વિલિયમ્સ ૧૩ જૂને અંતરિક્ષમાંથી પરત ફરવાના હતા પરંતુ ખામીને પરત ફરવામાં મુસીબત ઉભી થઇ છે. જેને પગલે નાસા સહિત વિશ્વભરના લોકો ચિંતિત છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
