તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Friday, 28th June 2024
આજે સવારથી બપોર સુધીમાં ગુજરાતના ૧૪ તાલુકામાં મેઘરાજા વરસ્યા
સાબરકાંઠાના પોશીનામાં સૌથી વધુ પોણા ર ઇંચ વરસાદ : ધીમીધારે વરસતા મેઘરાજા

રાજકોટ, તા. ર૮ : આજે વહેલી સવારથી મેઘરાજાનું રાજ્યના ૧૪ તાલુકામા આગમન થયું છે. જો કે, આજે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં વલસાડમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબકયો છે. ત્યારે જાણો કયાં કેટલો વરસાદ નોંધાયો છે.
સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીના આંકડા
આજે ઉમરગાંવમાં ૭ મીમી, લાખાણી, સાવર કુંડલામાં ૪-૪ મીમી, વાપીમાં ૩ મીમી, તળાજા, ખંભાત અને નવસારીમાં ૨-૨ મીમી, મહેસાણા, ગાંધીનગર, ચોટીલા, ઘોઘા, સુરત શહેર, જલાલપોર અને વલસાડમાં ૧-૧ મીમી વરસાદ નોંધાયો છે.
આજે સવારે ૬ થી ૮ વાગ્યાની વચ્ચે કુલ ૧૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સાવરકુંડલા અને ઉમરગાંવમાં ૪-૪ મીમી, વાપીમાં ૩ મીમી, તળાજા અને ખંભાતમાં ૨-૨ મીમી, મહેસાણા, ગાંધીનગર, ચોટીલા, ઘોઘા અને વલસાડમાં ૧-૧ મીમી વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ગઈકાલે સર્વત્ર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કુલ ૧૧૪ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ સાબરકાંઠાના પોશીનામાં પોણા બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
