તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Tuesday, 25th June 2024
રાજપીપળાના એરોડ્રામ જવાના નવા રસ્તાનું ધોવાણ થતા ખેડૂતની ગાડી ફસાઈ
નવા બનેલા રસ્તા પર ઠેર ઠેર સાઈડનું ધોવાણ, રસ્તાની સાઈડોમાં મોટી મોટી તિરાડો જોવા મળતા કામગીરી પર ઉઠ્યા સવાલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેર માં એરોડ્રામ તરફના માર્ગનું વરસાદમાં ધોવાણ થતાં એક ખેડૂતની ગાડી ફસાઈ હતી અને નવા બનેલા આ રોડ માં ગુણવત્તા વિનાનું મટીરીયલ વપરાયું હોય તેમ જણાય છે કેમ કે આ માર્ગ નવો બન્યો હોવા છતાં મામૂલી વરસાદમાં બંને સાઈડ ઉપરથી ધોવાણ થઈ રહ્યું છે જ્યારે મોટી મોટી તિરાડો પણ જોવા મળતા કામગીરી પર સવાલ ઉઠ્યા છે
રાજપીપળા શહેરમાં સરકાર દ્વારા કરોડો રૂપિયા વિકાસના કામો માટે ફળવાઇ છે પરંતુ જેતે ખાતાના અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલીભગત અને ટકાવારી ના કારણે ગુણવત્તા વાળી કામગીરી થતી નથી જેના કારણે થોડાક સમયમાં નવા બનેલા રસ્તા કે મકાન સહિત ની કામગીરીમાં ઉણપ જણાય આવે છે.
રાજપીપળા એરોડ્રામ તરફ જતા માર્ગની કામગીરી થોડા સમય પહેલા થઈ અને ત્યાં નવો માર્ગ બન્યો પરંતુ અમુક ભ્રષ્ટ અધિકારીઓની ટકાવારીના કારણે કોન્ટ્રાકટર પણ હલકું મટીરીયલ વાપરી રસ્તા સહિતની અન્ય કામગીરી પૂરી કરતા હોય આ કામગીરી લાંબો સમય ના ટકે એ સ્વાભાવિક છે. ત્યારે રાજપીપળામાં થતા વિકાસના કામોમાં ગુણવત્તા જળવાઈ એ બાબતે જે તે ખાતાના અધિકારીઓ કાળજી લઈ પોતના અંગત ફાયદા સામે ના જુએ એ જરૂરી છે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
