<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

વડોદરાના ભારે પવન સાથે વરસાદ : અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી

રાવપુરા, સયાજીગંજ, અકોટા, હરણી, વાઘોડિયા રોડ, આજવા રોડ, અલકાપુરી સહિતના વિસ્તારમાં વરસાદ

અમદાવાદ :વડોદરા શહેરના અનેક વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. ભારે પવન સાથે વરસાદ  પડી રહ્યો છે. રાવપુરા, સયાજીગંજ, અકોટા, હરણી, વાઘોડિયા રોડ, આજવા રોડ, અલકાપુરી સહિતના વિસ્તારમાં વરસાદ છે. ગાજ વીજ સાથે વરસાદ પડતાં વાહન ચાલકો અટવાયા છે. જિલ્લામાં પણ પાદરા, વાઘોડિયા પંથકમાં વરસાદ છે.

હવામાન વિભાગે રાજ્યમાં ફરી વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ ગત રોજ મોડી રાત્રે વરસાદી માહોલ છવાયો હતો. મોડી રાત્રે એકાએક વરસાદી માહોલ છવાતા લોકોએ કંઈક અંશે ગરમીથી રાહત મેળવી હતી.

(8:45 PM IST)