<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

નવસારી શહેર અને જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયો

ખેરગામ, ચીખલી,વાંસદા, જલાલપોર અને નવસારી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો

અમદાવાદ : રાજયમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના શહેરોમાં વરસાદી માહોલ જામ્યો છે, વલસાડમાં મોડીરાત્રે વરસાદ ખાબક્યો હતો દરમિયાન નવસારી શહેર અને જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયો છે. 

 નવસારી જિલ્લાના ખેરગામ, ચીખલી,વાંસદા, જલાલપોર અને નવસારી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે. હજુ વાવણી લાયક વરસાદની રાહ ખેડૂતો જોઇ રહ્યા છે.

(11:06 AM IST)