<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

દેવમોગરા ગામના પુલ ઉપર ઝગડો કરનાર બે શખ્સોને જમાદાર અટકાવવા જતા પોલીસ સાથે ઝપાઝપી કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામમાં ઝઘડો કરનારા વ્યક્તિઓને પોલીસ માણસો અટકાવવા જતા પોલીસ ફરજમાં રૂકાવટ કરતા બે વિરૂદ્ધ ગુનો દાખલ થયો છે
    મળતી માહિતી અનુસાર અ.પો.કો.જગદીશભાઇ ધીરૂભાઇ બ.નં.૨૮૮ સાગબારા પોલીસ સ્ટેશન નાઓ એ આપેલી ફરિયાદ મુજબ (૧) નિલેશભાઇ કનુભાઇ ગામીત તથા (૨) જીતુભાઇ કનુભાઇ ગામીત બન્ને રહે. પાટી,તા.ડોલવાણ, જી.તાપી (વ્યારા) નાઓ દેવમોગરા પુલ ઉપર મોટે મોટેથી બોલાચાલી ઝઘડો કરતા હોય જેથી તેમને કોન્સ્ટેબલ જગદીશભાઈ તથા અન્ય પોલીસ માણસોએ તમારે શુ પ્રશ્નો છે ? તેમ કહી સમજાવતા આ બંને શખ્શો એકદમ ઉશ્કેરાઇ જઈ કોન્સ્ટેબલ તથા પોલીસના માણસોને ગાળો આપી ઝપાઝપી કરી તમે પોલીસ અમારૂ શુ ઉખાડી લેશો? અમારા સાહેબને ફોન કરીશુ તો તમારી વર્ધી ઉતરી જશે તમે અમને ઓળખતા નથી તેમ કહી પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હતી અને આ બન્ને ઇસમોની ખાત્રી કરતા તેઓ દારૂ જેવા કેફી પીણાના નશો કરેલી હાલતમાં જણાઇ આવતા સાગબારા પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:04 PM IST)