તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Wednesday, 12th June 2024
નદી કાંઠાના ગામ લોકો-પશુપાલકો ખેડુતો માટે શામળાજીના મેશ્વો જળાશયમાંથી પાણી છોડાશે
ભરઉનાળે ભિલોડા, મોડાસાના ૩૦ જેટલા ગામના લોકોને રાહત થશે

અરવલ્લી, તા. ૧ર : અરવલ્લી જિલ્લામાં ચોમાસાની શરુઆતે જ પાણી અને ઘાસચારાને લઈ પશુપાલકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈ સ્થાનિકોમાં મેશ્વો નદીમાં પાણી છોડવા માટે માંગ વર્તાઈ રહી હતી. વાંદીયોલ સરપંચ સહિતનાઓએ આ અંગે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી અને પત્ર લખી પાણી છોડવા માટે માંગ કરી હતી.
જેને લઈ શામળાજીના મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતુ. મેશ્વો નદીમાં પાણી છોડવાને લઈ શામળાજીથી નિચાણ વાળા વિસ્તારોમાં નદી કાંઠાના ગામોના પશુપાલકો અને ખેડૂતોને મોટી રાહત સર્જાશે. પશુ ઘાસચારા અને પશુઓને પીવાના પાણીને લઈ રાહત સર્જાશે. ભિલોડા અને મોડાસાના ત્રીસેક કરતા વધુ ગામોને રાહત સર્જાશે
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
