<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

ગુજરાતમાં હીટ સ્‍ટ્રોકના કુલ કેસોમાં ૩ર ટકા અમદાવાદનાઃ ગરમી સંબંધી ઇમર્જન્‍સીના પણ ર૮ ટકા કેસ

અમદાવાદ તા. ૧રઃ રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી ભેજવાળી ગરમી સંબંધી બિમારીઓએ લોકોને ઝપટમાં લીધા છે. અમદાવાદમાં ગરમીની વધારે અસર છે. છેલ્લા ૧૦ દિવસમાં હીટ સ્‍ટ્રોકના જાહેર થયેલા દર્દીઓમાં ૩ર ટકાથી વધારે અમદાવાદના છે. ગરમી સંબંધિત કુલછ કેસોમાં પણ અમદાવાદનો હિસ્‍સો ર૮ ટકા છે.

ગુજરાત ઇમર્જન્‍સી ૧૦૮ એમ્‍બ્‍યુલંસ સેવામાં નોંધાયેલ આંકડાઓના આધારે જોઇએ તો ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસોમાં ૭૯૯ હીટ રીલેટેડ (ગરમી સંબંધી) કેસો સામે આવ્‍યા હતા. આમાંથી રર૬ એકલા અમદાવાદના છે. ગત એક જૂને રર, બે જૂને ર૭, ત્રણ જૂને રર, ચાર જૂને રપ, પાંચ જૂને ર૯, છ જૂને ર૦, સાત જૂને ૧૮, આઠ જૂને ર૧ નવ જૂને ર૪ અને ૧૦ જૂને ૧૮ ગરમી સંબંધીત ઇમર્જન્‍સીઓ નોંધાઇ હતી. સાથે જ હીટ સ્‍ટ્રોકની વાત કરીએ તો ૧૦ દિવસોમાં રાજયમાં કુલ ૩૭ કેસો આવ્‍યા હતા જેમાંથી ૧ર અમદાવાદ શહેરના છે જે ૩ર ટકાથી પણ વધારે છે.

રાજયમાં હીટ રીલેટેડ કેસોમાં અમદાવાદ પછી બીજા નંબર પર સૂરત શહેર છે, જયાં ૧૦ દિવસમાં ૯૦ કેસો આવ્‍યા છે. ત્રીજા નંબર પર ૪૦ કેસ સાથે વડોદરા છે. ત્‍યાર પછી વલસાડમાં ૩૯, જૂનાગઢમાં ર૪, નવસારીમાં ર૪, રાજકોટમાં રર, કચ્‍છ અને પોરબંદરમાં ર૧-ર૧, જામનગરમાં ૧૯, ગાંધીનગરમાં ૧૮, ભાવનગરમાં ૧૮ અને દાહોદમાં ૧૮ કેસ નોંધાયા છ.ે તો આણંદ ૧૭, અમરેલી ૧૬, તાપી ૧૬, ડાંગ ૧પ, ખેડા ૧૪, છોટા ઉદેપુર ૧૪, મહિસાગર ૧ર, સુરેન્‍દ્રનગર ૧ર, અરવલ્લી ૧ર, મહેસાણા ૧૧, બનાસકાંઠા ૧૧, દેવભૂમી દ્વારકા ૯, ગિર સોમનાથ ૯, નર્મદા ૯, પાટણ ૯, સાબરકાંઠા ૮, ભરૂચ ૮, પંચમહાલ ૮, મોરબી ૪ અને બોટાદ જીલ્લામાં બે કેસો જાહેર થયા છે.

(3:35 PM IST)