<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

ડીજીવીસીએલના અધીકારીનો એજન્‍ટ લાંચ લેતા ઝડપાયો

વલસાડ, તા. ૧ર : વલસાડ ACBએ ઉંમરગામમાં DGVCLના અધિકારીના  એજન્‍ટને અધિકારીની નામે લાંચ લેતા ઝડપી પડ્‍યો છે.

 ઉંમરગામ નાયબ કાર્યપાલક ઈજનેરના નામે ૧૨,૩૦૦ની લાંચ એજન્‍ટ દ્વારા માંગવામાં આવી હતી. ફરિયાદીએ આ બાબતે લાંચ રુશવત વિરોધી શાખાનો સંમ્‍પર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્‍યું હતું. ફરિયાદીની જમીનમાં કામચલાઉ વીજ મીટર લેવાનું હોય તે માટે પૈસા મગાયા હતા . ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતાઉંમરગામ ખાતે ACB એ છટકું ગોઠવ્‍યું હતું.

(1:52 PM IST)