News of Tuesday, 11th June 2024
ખેડુતો માટે ખુશ ખબર : ચોમાસુ ગુજરાતથી માત્ર ૩૦ થી ૪૦ કિ.મી. દુર
આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના ૧૧ જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

રાજકોટ,તા.૧૧ : ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવી શકે છે. ગમે તે ઘડીએ ગુજરાતમાં ચોમાસું દસ્તક દઈ શકે છે. હાલ માત્ર ૩૦થી ૪૦ કિમી ચોમાસું દૂર છે. હાલ માહારાષ્ટ્રના દહાણું ચોમાસું પહોંચ્યું છે.ગુજરાતના દરવાજે આવીને ચોમાસાએ બ્રેક મારી છે.
ખાંભાના ગામડાઓમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો. ગીરના ગામડાઓમાં નદી-નાળાઓમાં વરસાદી નીર આવ્યા છે. ખાંભાના ધાવડિયા અને ગીદરદી ગામની નદીઓમાં નવા નીર આવ્યા છે. ધાવડિયા ગામે નદીમાં પાણી વહેતા થયા છે. ગીરના ગામડાઓમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશ છે.
અરવલ્લીના શામળાજી પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અણસોલ, રતનપુર બોર્ડર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબકયો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
