News of Thursday, 12th November 2026
અરવલ્લીના મેઘરજના જાલમપુર ગામે 70 ફૂટ ઊંડા કૂવામાં પડી જવાથી 60 વર્ષીય વૃદ્ધનુ કરૂણ મોત
ભેમાપુરની યુવા જીવદયા ટ્રસ્ટની ટીમે ભારે જહેમત બાદ દોરડાની મદદથી મૃતદેહ બહાર કાઢ્યો:ઇસરી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના જાલમપુર (રેલ્લાવાડા) ગામે એક અત્યંત દુઃખદ અને હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. ગામમાં આવેલા 70 ફૂટ ઊંડા કૂવામાં પડી જવાથી 60 વર્ષીય વૃદ્ધનું કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માતના સમાચાર ફેલાતા જ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જાલમપુર ગામે રહેતા 60 વર્ષીય મનાત નટુભાઈ લિબાભાઈ કોઈ કારણોસર અચાનક 70 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયા હતા. કૂવો ખૂબ જ ઊંડો હોવાથી વૃદ્ધને તાત્કાલિક બહાર કાઢવું મુશ્કેલ બન્યું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં કૂવા કિનારે એકઠા થઈ ગયા હતા અને ભારે હડકંપ મચી ગયો હતો.
સ્થાનિક લોકોએ તાત્કાલિક ભેમાપુરની યુવા જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટની ટીમને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ યુવા જીવદયા ટ્રસ્ટની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ટ્રસ્ટના યુવાનોએ ભારે જહેમત અને કુશળતા દાખવીને દોરડાની મદદથી કૂવામાં ઉતરીને વૃદ્ધના મૃતદેહને સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ ઇસરી પોલીસ સ્ટેશનનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. આ મા અંગે ઇસરી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે. પરિવારના મોભીના અચાનક અને આકસ્મિક અવસાનથી પરિવારમાં શોકનો અતિશય માહોલ છવાયો છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
