News of Monday, 22nd June 2026
લાઈફ ક્લબ ઓફ વિરમગામનો 59 મો શપથવિધિ સમારોહ યોજાયો
લાયન્સ ક્લબ ઓફ વિરમગામના પ્રમુખ જયંતભાઈ ડી શાહ, સેક્રેટરી જીજ્ઞાબેન રાવલ, ટ્રેઝરર મુકેશ ગુપ્તા સહિતના હોદ્દેદારોએ શપથ લીધા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : લાઈટ ક્લબ ઓફ વિરમગામ વર્ષ 2026-27 ના પ્રમુખ, ,પ્રથમ પ્રમુખ, દ્વિતીય પ્રમુખ, તૃતીય પ્રમુખ, માનદ મંત્રી, સહમાનદ મંત્રી, ખજાનચી, સહ ખજાનચી, ટેમર, ટેઇલ ટ્વિસ્ટર, જી.આઈ.એલ, જી.એમ.ટી, ઓડિટર સહિત બોર્ડ ઓફ ડિરેક્ટરનને શપથવિધિ અધિકારી લાયન દક્ષેશભાઈ સોની (ડીસ્ટ્રીક ગવર્નર વર્ષ 2025 -26) દ્વારા વિવિધ હોદ્દાઓના શપથ લેવડાવવામાં આવ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ વિરમગામના 59 મો શપથવિધિ સમારોહ સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ વિરમગામ ખાતે યોજાયો હતો. જેમાં ભૂતપૂર્વ પ્રમુખ સહિતના હોદ્દેદારો, લાયન મેમ્બરો, પરિવારજનો આમંત્રિત મહેમાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
