News of Wednesday, 22nd July 2026
ભારે વરસાદને લઈને રેડ એલર્ટને પગલે સુરતમાં BRTS અને સિટી બસના 5 રૂટ બંધ કરાયા
નીચાણવાળા વિસ્તારોમાં NDRF અને SDRF ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી

સુરતમાં વરસાદને લઈને અપાયેલા રેડ એલર્ટના પગલે મહાનગરપાલિકાનુ તંત્ર એલર્ટ થયું છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજને જણાવ્યું છે કે, વહેલી સવારથી જ SMC ના કર્મચારીઓ દ્વારા ફિલ્ડ પર પાણી નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે બજાવી રહ્યાં છે. નીચાણવાળા વિસ્તારોમાં NDRF અને SDRF ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સલામતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તકેદારીના ભાગરૂપે BRTS અને સિટી બસના 5 રૂટ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય રૂટ્સ પર મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને ઘરમાં કે સુરક્ષિત જગ્યાએ રહેવા આદેશ અપાયો છે
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
