<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

અમદાવાદ ગ્રામ્યના બાવળા પો.સ્ટે.ની હદમાંથી ૪ કિલો ૩૫૪ ગ્રામ કિં.રૂ.૪,૩૫,૪૦,૦૦૦ ની એંબરગ્રીસ પકડી પાડતી સ્ટેટ મોનીટરીંગ સેલ

રાજકોટ અમદાવાદ હાઇવે પૂર્વ આકૃતિ આર્કેડ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી બે આરોપીઓને એંબરગ્રીસ સાથે ઝડપી લેવાયા

અમદાવાદ :જી.એસ.મલિક, IPS, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય.ગાંધીનગર નાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ, જે સંદર્ભે સ્ટેટ મોનીટરીંગ સેલનીટીમોને કામગીરી સોંપવામાં આવેલ.

સ્ટેટ મોનીટરીંગ સેલના પો.સબ.ઈન્સ.વી.કે.રાઠોડનાઓએ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર, આકૃતિ આર્કેડ કોમ્પલેક્ષના પાર્કીંગમાં, બાવળા, જિ.અમદાવાદ ખાતે રેઈડ કરી (૧) અજય અશોકભાઈ ચાવડા (રહે. તરકપુર, તા.ખંભાત, જિ.આણંદ) તથા (૨) હિતેશ દશરથભાઈ ચૌહાણ (રહે. ભેટાવાડા, તા.ધોળકા, જિ.અમદાવાદ) નાઓને અલગ-અલગ સાઈઝ અને આકારના સખત ઘન પદાર્થના સફેદ-ક્રીમ ગોલ્ડન બ્રાઉન જેવા રંગના એંબરગ્રીસ (વ્હેલ માછલીની ઉલ્ટી) ના ટુકડા પકડી ફોરેસ્ટ વિભાગ તથા એફ.એસ.એલ. અધિકારી દ્વારા પરીક્ષણ-તપાસ કરાવી ૦૪ કિલો ૩૫૪ ગ્રામ વજન, કિંમત રૂપિયા ૪,૩૫,૪૦,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા ૪,૩૮,૧૭,૭૭૦/- નો મુદ્દામાલ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૦૬ મુજબ તપાસ અર્થે કબજે કરી તથા પકડાયેલ શખ્શોને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૫(૧)(ઈ) મુજબ અટક કરી અમદાવાદ ગ્રામ્યના બાવળા પોલીસ સ્ટેશન ખાતે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સોંપેલ છે.

(6:55 PM IST)