<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

શહેરી વિસ્‍તારમાં ૩૩ ટકા લોકોને હાયપરટેન્‍શનઃ ટીનેજર્સમાં પ્રમાણ વધ્‍યું

‘સાયલન્‍ટ કિલર' હાયપરટેન્‍શનના કેસમાં સતત વધારો : અપૂરતી ઊંઘ, અનિયમિત જીવનશૈલી, સ્‍ટ્રેસ જ નહીં હવામાં પ્રદૂષણથી પણ હાયપરટેન્‍શન થવાનું જોખમ

અમદાવાદ,તા.૧૬: અદ્યતન જીવનશૈલીને કારણે સ્‍ટ્રેસ મહદ્‌અંશે પ્રત્‍યેક વ્‍યક્‍તિના જીવનનો હિસ્‍સો છે. ‘‘સાયલન્‍ટ કિલર' ગણાતા હાયપર ટેન્‍શનના ગુજરાતમાં ૨૦ લાખથી વધુ દર્દીઓ છે.

શહેરી વિસ્‍તારમાં ૩૩ ટકાથી વધુ લોકો હાયપર ટેન્‍શનની સમસ્‍યા ધરાવતા હોય છે. વધુ ચિતાની વાત એ પણ છે કે, અગાઉ ૪૦ વર્ષ પછીના લોકોમાં જોવા મળતું હાયપરટેન્‍શન  હવે ટીનેજર્સમાં પણ જોવા મળે છે.

આગામી ૧૭ મેના 'હાયપરટેન્‍શ ડે'  છે. ડોક્‍ટરોના મતે વર્તમાન સમયમાં ભોજનની આદતો આ સમસ્‍યા વધારે છે. પ્રોસેસ્‍ડ, હાઈ સોડિયમ ફૂડ હવે ઘરે બનાવેલા પરંપરાગત ઘેરે બનાવેલા ભોજનનું સ્‍થાન લઇ રહ્યા છે. વર્કિગ પ્રોફેશ્નલ્‍સ, વિદ્યાર્થીઓમાં અપૂરતા હાઈડ્રેશન-અનિયમિત ભોજન શેડ્‍યૂલથી જોખમ વધી રહ્યું છે. ઘણી વ્‍યક્‍તિને થાક, માથાનો દુઃખાવો, ગભરામણ જેવા લક્ષણનો અનુભવ ન થાય ત્‍યાં સુધી ખ્‍યાલ પણ નથી આવતો કે હાયપરટેન્‍સિવ છે.

અમદાવાદની જીસીએસ   હોસ્‍પિટલના પ્રોફેસર-હેડ ડો. વિપુલ  પ્રજાપતિએ જણાવ્‍યું કે, ‘હોસ્‍પિટલમાં આવતા ૧૦માંથી સરેરાશ ૩ દર્દી હાયપરટેન્‍શનના હોય છે. ઉદાહરણ તરીકે હોસ્‍પિટલમાં ૧૦ હજાર દર્દી આવે તો તેમાંથી ૩ હજાર-૪ હજાર લોકોમાં હાયપરેટેન્‍શન હોય તેવું માલૂમ પડે છે. ખાસ કરીને ૪૦-૫૦ની ઉંમર બાદ પ્રમાણ વધવા લાગે છે. બ્‍લડપ્રેશર મેઝરમેન્‍ટ ખૂબ જરૂરી છે. સ્‍ક્રીનિગને કારણે હૃદયની બીમારી, પેરાલિસિસ, કિડની ડાયાલિસિસનું જોખમ ઘટી શકે છે.

બ્‍લડ પ્રેશરના લક્ષણો શું હોય છે?

સ્‍ટ્રેસમાં હોય ત્‍યારે પાછળના ભાગે માથું દુઃખવું, બેચેની અનુભવાય, ચાલે તો થાક લાગે, આંખો ઉપર ભાર લાગે જેવા લક્ષણો સ્‍ટેજ-૧ના હાઈપર ટેન્‍શનના છે.

સ્‍ટેજ-રમાં બ્‍લડ પ્રેશર વધી જાય ત્‍યારે વોમિટિગ થવી, પગમાં સોજો આવવા જેવા ગંભીર લક્ષણો જોવા મળતા હોય છે.

હવે ૨૦થી વધુ વયની વ્‍યક્‍તિએ પણ નિયમિત બ્‍લડ પ્રેશર ચકાસણી કરાવવી જોઈએ

 

(9:52 AM IST)