<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

મહિસાગરમાં વિદ્યાસહાયક અને પોસ્ટ વિભાગમા નોકરીના બહાને 31 લાખની છેતરપિંડી

આરોપી મુકેશે ફરિયાદી અને તેમનાં સગાઓ પાસેથી ચેક અને રોકડા રુપિયા માંગ્યા: TET પાસ કરાવવા અને નોકરી માટે ખોટા આઇડી-પાસવર્ડ આપી છેતરપિંડી આચરી

મહિસાગરમાં વિદ્યાસહાયક અને પોસ્ટ વિભાગનાં નોકરીની લાલચે છેતરપિંડી આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. સરકારી નોકરીની લાલચે રુ. 31 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. મનરેગા જૂનિયર ક્લાર્ક રાકેશ ચૌહાણે લૂણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે,મહીસાગરના કડાણા તાલૂકાનાં પઢારા ગામનાં રહેવાસી મુકેશ તાભીયાર સામે ફરિયાદ નોંધાવી છે અને  આરોપી મુકેશે ફરિયાદી અને તેમનાં સગાઓ પાસેથી ચેક અને રોકડા રુપિયા માંગ્યા હતા . TET પાસ કરાવવા અને નોકરી માટે ખોટા આઇડી-પાસવર્ડ આપી છેતરપિંડી આચરી હતી  નાણાં પરત આપવા માટે આરોપીએ આપેલા ચેક બેંકમાં બાઉન્સ થયા હતા . લૂણાવાડા પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ થયા બાદ તપાસ શરુ કરાઈ છે 

(6:33 PM IST)