<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

સુરતના કામરેજમાં ગણેશ વિસર્જન દરમિયાન નાવડી ડૂબતા 3 યુવકો ડૂબ્યાં

કામરેજના ધોરણ પારડીની સીમમાં પસાર થતી તાપી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન નાવડી પલટી મારી ત્રણેય યુવકો હાલ બેભાન અવસ્થામાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા

સુરતના કામરેજમાં ગણેશ વિસર્જન દરમિયાન નાવડી ડૂબતા 3 યુવકો ડૂબ્યાં છે. ગણેશ વિસર્જનના દિવસે કામરેજ તાલુકામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે.કામરેજના ધોરણ પારડીની સીમમાં પસાર થતી તાપી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન નાવડી પલટી મારી હતી  યુવકો નાવડીમાં બેસી ગણેશ વિસર્જન કરવા ગયા હતા તે દરમિયાન અચાનક નાવડી પલટી મારી ગઈ હતી નાવડીમાં સવાર ત્રણેય યુવકો તાપી નદીમાં ડૂબ્યા હતા  ત્રણ પૈકી બેને હાજર લોકોએ બેભાન અવસ્થામાં કાઢ્યા હતા. જ્યારે અન્ય એકને કામરેજ ફાયર વિભાગે શોધ્યો હતો. ત્રણેય યુવકો હાલ બેભાન અવસ્થામાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(6:41 PM IST)