<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

વડોદરા-રાજકોટના ૧૬૮ ઉમેદવારો કોલેજના પગથિયા પણ ચડયા નથી

નગરસેવક બનવા કરોડોના આસામીઓ મેદાનમાં: ૪ ઉમેદવારોની કુલ સંપત્તિ રૂ.૧૪૪ કરોડને પાર : રાજકોટમાં ૩૩ ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે, એક ઉમેદવાર પર સૌથી વધુ ૯ ગુના

અમદાવાદ,તા.૧૭: ગુજરાતના બે મુખ્‍ય શહેરો રાજકોટ અને વડોદરાના ચૂંટણી મેદાનમાં ઉતરેલા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના સોગંદનામાએ ચોંકાવનારી વિગતો જાહેર કરી છે. વડોદરા મ્‍યુનિસિપલ કોર્પોરેશનનું રૂ. ૭૪૦૯ કરોડ અને રાજકોટનું કરોડોનું બજેટ જેમના હાથમાં જવાનું છે. તેવા ભાવિ લોકપ્રતિનિધિઓના શિક્ષણ અને સંપત્તિ વચ્‍ચે મોટો વિરોધાભાસ જોવા મળ્‍યો છે. બંને શહેરોમાં મળીને ૧૪૮ ?૮ ઉમેદવારો એવા છે જે ક્‍યારેય કોલેજ સુધી પહોંચ્‍યા જ નથી. તેમ છતાં તેઓ કરોડોના આસામી છે. આર્થિક પાસાંની વાત કરીએ તો, બંને શહેરોના ટોચના ધનકુબેર ઉમેદવારો પાસે કુલ ૧૪૪ કરોડ જેવી માતબર મિલકત છે. રસપદ વાત એ છે કે, એક તરફ કરોડોની જમીનો, લકઝરી કાર અને સોના-ચાંદીના દાગીના છે. તો બીજી તરફ અનેક ઉમેદવારો માથે લોનનો જંગી બોજ પણ છે.

રાજકોટમાં જ ૨ ઉમેદવારો રૂ.૨.૭૦ કરોડ સુધીના દેવા હેઠળ દબાયેલા છે. આ ઉપરાંત, અનેક ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. આમ, સ્‍માર્ટ સિટીના શાસકો બનવા નીકળેલા નેતાઓ સંપત્તિમાં સુપર ફાસ્‍ટ છે. પરંતુ શિક્ષાના માપદંડમાં ઘણા પાછળ રહી ગયા છે.વડોદરામાં રજૂ થયેલું રૂ.૭૫૦૯ કરોડનું બજેટ જેમના હાથમાં રહેવાનું છે. તેવા ભાજપના ૩૨ પૈકી ૪૦ ઉમેદવારો માત્ર ધોરણ ૧૨ સુધી ભણેલા છે. રાજકોટમાં પણ સ્‍થિતિ અલગ નથી. ત્‍યાં ભાજપના ૩૯ અને કોંગ્રેસના ૪૮ ઉમેદવારોએ ક્‍યારેય કોલેજ વડોદરાના નિકુલ પટેલ (Ph.D.) અને રાજકોટના MBA મહિલા ઉમેદવાર જેવા ઉચ્‍ચ શિક્ષિત ચહેરાઓ અપવાદરૂપ છે.

વડોદરામાં ગત ચૂંટણીમાં માલેતુજારોને ટિકિટ આપી તો વિસ્‍તાર છોડી વ્‍યક્‍તિગત વિકાસ કર્યો

ગઈ વખતે ભાજપે બિલ્‍ડરો, કોન્‍ટ્રાક્‍ટરો સહિત કેટલાક માલેતુજારોને ટિકિટ આપી હતી. મોંઘીદાટ ગાડીઓમા ફરતા આ પૂર્વનગર સેવકોને નાગરિકો વિવિધ સમસ્‍યાઓને લઈને રજૂઆતો તેમજ ફોન કરીને થાકી ગયા હતા. પરંતુ તેમના કોઈ કામ થયા ન હોવાના બળાપા પણ લોકો ઠાલવતા જોવા મળ્‍યા હતાં કહેવાય છે કે, માલેતુજારોએ પોતાના વિસ્‍તારનો વિકાસ કરવાના બદલે વ્‍યક્‍તિગત વિકાસ પર વધુ કોશ કયું હતું. કેટલાક ભણેલા ગણેલા એવા પણ હતા કે તેમણે આ આપણી છેલ્‍લી ટર્મ છે તેવુ સમજી ટી-૨૦ રમવામાં કોઈ કસર છોડી ન હતી.

ચૂંટણીના મેદાનમાં દબંગ અને દેવાદાર

રાજકોટના કુલ ૩૩ ઉમેદવારો વિરુદ્ધ ગુના નોંધાયેલા છે, જેમાં સૌથી વધુ વશરામ સાગઠીયા (૯ ગુના) સામે છે. બીજી તરફ, મિલકત હોવા છતાં દેવાના ડુંગર નીચે દબાયેલા ઉમેદવારો પણ છે. રાજકોટમાં ૬૨ ઉમેદવારો પર રૂ. ૧ લાખથી ૨.૭૦ કરોડનું દેણું છે. જ્‍યારે વડોદરાના ઉપેન્‍દ્ર પ્રજાપતિ રૂ.૧.૮૦ કરોડની લોન ધરાવે છે. મહત્તવનું છે કે, રાજકોટમાં ભાજપના ૧૭ અને કોંગ્રેસના ૧૬ એમ કુલ ૩૪ ઉમેદવારો સામે કેસ. અને વડોદરામાં એક ઉમેદવાર સામે કેસ નોંધાયા હતા.

રિવોલ્‍વરના શોખીનઃ રાજકોટના વોર્ડ નં. ૬ માં ભાજપના અનિલ ચૌહાણ અને કોંગ્રેસના દેવુબેન જાદવ બંને પાસે રિવોલ્‍વર રાખવાના પરવાના છે.

યુવા VS વડીલઃ રાજકોટના ઉકેશ ખાભાળીયા સૌથી નાની વયના (રર વર્ષ) ઉમેદવાર છે, જ્‍યારે દિનેશ મકવાણા અને ગીરીશ ઘરસંડિયા ૬૫ વર્ષની ઉંમરે મેદાનમાં છે.

ઝીરો બેલેન્‍સઃ આશ્‍ચર્યજનક રીતે, કરોડોના જંગમાં ૩ ઉમેદવારોએ સોગંદનામામાં પોતાની પાસે 'ઝીરો' બેલેન્‍સ હોવાનું જાહેર કર્યું છે.

વાહન વગરના નેતાઃ રાજકોટમાં ભાજપના ૨૭ અને કોંગ્રેસના ૩૩ ઉમેદવારો પાસે પોતાના નામે કોઈ વાહન નથી.

વિગત            રાજકોટ             વડોદરા

                  (ભાજપ/કોંગ્રેસ)  (ભાજપ/કોંગ્રેસ)

કોલેજ ન જનારા          ૮૯ ઉમેદવારો       ૮૧ ઉમેદવારો

ઉમેદવારો                          (ધો.૧૨ સુધી)

સૌથી ઉચ્‍ચ શિક્ષિત       એમબીએ મહિલા    પીએચડી નિકુલ પટેલ          ઉમેદવાર (કોંગ્રેસ)      (કોંગ્રેસ)

કાયદાના જાણકાર        ૧૫ ઉમેદવારો       સીએ ઋષભ કામદાર

        (એલએલબી)   (ભાજપ)

 

બંને શહેરના ટોપ-૨ ધનાઢય ઉમેદવારો

ઉમેદવારનું નામ  શહેર   પક્ષ      સપત્તિ (રૂ કરોડમાં)

સ્‍મિત અરદેશણા  વડોદરા          ભાજપ     ૬૮ કરોડ

નિશા પટેલ       વડોદરા          કોંગ્રેસ     ૪૩ કરોડ

હિરેન ખીમાણીયા રાજકોટ          ભાજપ     ૨૧.૩૪ કરોડ

નયનાબા જાડેજા  રાજકોટ          કોંગ્રેસ     ૧૧ કરોડ

કુલ (માત્ર ૪ ઉમેદવાર)                ૧૪૩.૩૪ કરોડ

(10:10 AM IST)