તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Friday, 18th September 2026
હીરામણિ આરોગ્યધામમાં વડાપ્રધાનના જન્મદિનની સેવામય ઉજવણી કેમ્પનો ૧૧૦૦ થી વધુ લોકોને લાભ

જનસહાયક ટ્રસ્ટ અને ગુજરાત લોકસેવા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે અડાલજ ગાંધીનગરના હીરામણિ આરોગ્યધામમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિત્તે યોજાયેલ મેડિકલ અને બ્લડ ડોનેશન કેમ્પમાં શ્રી નરહિર અમીન શ્રી રાજકુમાર ગુપ્તા શ્રી વરૂણ અમીન શ્રી અજય પટેલ શ્રી ડોલર કોટેચા શ્રી તરુણ બારોટ વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસવીર.
રાજકોટ, તા.૧૮: દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬ માં જન્મદિવસ પ્રસંગે હીરામણિ આરોગ્યધામ, અડાલજ ખાતે શ્રી નરહરિ અમીન (પ્રમુખ - જનસહાયક ટ્રસ્ટ અને પૂર્વ સાંસદ રાજયસભા) તથા શ્રી રાજકુમાર ગુપ્તા (પ્રમુખ-ગુજરાત લોકસેવા ટ્રસ્ટ)ના સંયુક્ત ઉપક્રમે આજરોજ તા.૧૭ના રોજ વોલન્ટરી બ્લડ ડોનેશન કેમ્પ. ફ્રી ઓ.પી.ડી કન્સલ્ટેશન, ફ્રી બેઝીક હેલ્થ પ્રોફાઈલ આંખના નંબરનું ફ્રી માં ચેકિંગ અને ફ્રી ચશ્મા આપવાનાકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ૩૦૭ લાભાર્થીઓને વિવિધ ૭ પ્રકારના બ્લડ ટેસ્ટ ફ્રી કરી આપવામાં આવ્યા છે. આ દિવસે મેડિસિન, પીડિયાટ્રિક, ઓર્થોપેડિક, ડેન્ટલ, નેફોલોજી, ફિઝીયોથેરાપી. આયુર્વેદિક, નેચરોપથી અને હોમિયોપેથીના વિભાગના ૧૯૧ દર્દીઓને નિષ્ણાંત ડોકટરશ્રી દ્વારા ફ્રી ઓ.પી.ડી. કન્સલ્ટેશન પણ કરવામાં આવ્યું હતુ.
કેમ્પની મુલાકાત લેનાર ૩૬૪ વ્યક્તિઓના આંખના નંબર ફ્રી માં ચેક કરી આપીને તેઓને નજીકના કે દૂરના જે પણ નંબર આવે તેના ચશ્મા પણ ફ્રીમાં આપવામાં આવ્યા. ખાસ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસનિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ કેમ્પા દરમિયાન ૧૪૧ બોટલ બ્લડ કલેક્ટ કરવામાં આવ્યું અને રક્તદાન કરનાર દાતાઓને ભેટ અપાયેલ.
આ પસંગે ખેતી બેન્ક ના ચેરમેન શ્રી ડોવર ભાઈ કોટયા, એડીસી અને જીએસસી બેન્ક ના ચેરમેન શ્રી અજયભાઇ પટેલ, નિવળત ડી.વાય,એસ.પી.શ્રી તરુણભાઈ બારોટ, તેમજ જનસહાયક ટ્રસ્ટનાં ઉઙ્ઘમુખ શ્રીમતી નીતાબેન અમીન, મેને.ટ્રસ્ટી શ્રી વરૂણભાઈ અમીન, ખજાનચી શ્રીમતી વીજુલબેન અમીન, ટ્રસ્ટ ના સેક્રેટરી આર. સી. પટેલ, જોઈન્ટ સેક્રેટરી શ્રી પંકજભાઈ દેસાઈ, ટ્રસ્ટીશ્રી શ્રી રાજકુમારભાઈ ગુપ્તા. સીઈઓ શ્રી ભગવતભાઈ અમીન, ગર્વનિંગ બોર્ડ ના સભ્યશ્રીઓ શ્રી પ્રવિણચંદ્ર અમીન, શ્રી ઘનશ્યામભાઈ અમીન, મળદુલાબેન અમીન, આનંદ અમીન, પ્રશાંત અમીન, અમરીશ પટેલ, ધર્મેશ પટેલ, જયેશભાઇ શાહ તેમજ પ્રદેશ મીડિયા ટીમ ના સભ્ય હિતેષભાઇ પટેલ(પોચી), ગુજરાત યુનિવર્સીટીના ભૂતપૂર્વ કુલપતિ ડો. પરિમલ ત્રિવેદી, ભાજપના આગેવાન અને પૂર્વ કાઉન્સિવર શ્રી દિનેશભાઈ શર્મા. પૂર્વ કાઉન્સિલર શ્રી પ્રકાશ ગુર્જર, ડો. એન. ડી. શાહ, જયપ્રકાશ ચીડીપાલ, રીશીભાઈ ટીકમાણી, પૂજાબેન ટીકમાણી, ભાજપ યુવા મોરચા પૂર્વ ઉપપ્રમુખ શ્રી હાર્દિકસિંહ ડોડીયા, ડો. વિદ્યુત દેસાઈ, ગાહેડ ગુજરાત ના પ્રમુખ શ્રી તેજસભાઈ જોશી શ્રી ત્રિલોકભાઈ અગ્રવાલ, ઉપરાંત બ્લડ ડોનેશન અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ નો લાભ લેનાર અંદાજિત ૧૧૦૦ થી વધુ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. તેમ સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિ અમીન જણાવે છે
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
