<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

યુવાને પહેલાં બાઇક ઊંચકી અને પછી એ ઊંચકેલી બાઇક પર પત્‍નીને બેસાડી ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક દંપતીએ કરેલો સ્‍ટન્‍ટ ચર્ચાનો વિષય બની ગયો છે. બેલ્‍હાદેવી મંદિર ઘાટ પર આ સ્‍ટન્‍ટ શૂટ કરવામાં આવ્‍યો છે. એમાં યુવક પહેલાં બાઇક ઊંચકે છે અને પછી એ ઊંચકેલી બાઇક પર સાડી પહેરેલી પત્‍ની ચડે છે. બાઇકની સીટ પર બેસીને પોતાની સાડી અને પલ્‍લુ સરખાં કરીને મસ્‍ત પોઝ આપે છે. આ સ્‍ટન્‍ટમાં વાઇફ અને બાઇક બન્નેનું વજન જોઈને ભલભલા લોકો દંગ રહી ગયા છે.

(3:50 PM IST)