<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

૨૮થી ૩૦ સપ્ટેમ્બરે દેશભરની સહકારી બેંકો ચાલુ રહેશે : જાહેર ક્ષેત્રની હડતાળ વચ્ચે ખાતેદારોને મોટી રાહતના સમાચાર! : ૨૮થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન જાહેર ક્ષેત્રની બેંકોની દેશવ્યાપી હડતાળ વચ્ચે દેશભરની સહકારી બેંકો સામાન્ય દિવસોની જેમ ચાલુ રહેશે. રાજ્ય અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો તેમજ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)ના કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે નહીં. આ દિવસો દરમિયાન રોકડ જમા-ઉપાડ, ગ્રામીણ વ્યવહારો અને ચેક ક્લિયરન્સ જેવી તમામ જરૂરી સેવાઓ બિના રુકાવટ યથાવત કાર્યરત રહેશે, તેમ પ્રાથમિક જાણવા મળી રહ્યું છે.

(10:53 PM IST)