News of Tuesday, 8th September 2026
મિર્ઝાપુરઃ ધ મૂવીનો બોક્સ ઓફિસ પર ધમાકોઃ ૩ દિવસમાં ૧૩૨ કરોડની કમાણી
ફિલ્મની જંગી કમાણી જોઈને મેકર્સ અને ચાહકો બંનેમાં ભારે ઉત્સાહ

મુંબઈ તા.૮: વેબ સીરિઝ ક્ષેત્રે જબરદસ્ત સફળતા મેળવ્યા બાદ હવે મોટા પડદે રિલીઝ થયેલી ‘મિર્ઝાપુરઃ ધ મૂવી' બોક્સ ઓફિસ પર ભારે ધૂમ મચાવી રહી છે. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દુ શર્મા જેવા દિગ્ગજ કલાકારોની અભિનયના કારણે આ ફિલ્મે પોતાના પ્રથમ વીક એન્ડમાં જ કમાણીના અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મની જંગી કમાણી જોઈને મેકર્સ અને ચાહકો બંનેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
‘મિર્ઝાપુરઃ ધ મૂવી'એ રિલીઝના ત્રીજા દિવસે એટલે કે રવિવારે રૂપિયા ૩૬ કરોડનું જંગી નેટ કલેક્શન કર્યું છે. બીજા દિવસના રૂપિયા ૩૨ કરોડના કલેક્શનની સરખામણીએ ત્રીજા દિવસે રૂપિયા ૪ કરોડનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. ત્રીજા દિવસે થિયેટરોમાં હિન્દી ઓક્યુપન્સી ૬૦.૬% રહી હતી, જ્યારે દેશભરમાં ફિલ્મના અંદાજે ૧૧,૩૪૪ શો ચલાવવામાં આવી રહ્યા છે. પંકજ ત્રિપાઠીની ‘મિર્ઝાપુરઃ ધ મૂવી' એ સ્થાનિક સ્તરે રૂપિયા ૧૧૨.૩૫ કરોડની કમાણી કરી છે.
વિશ્વભરમાં આ ફિલ્મે માત્ર ૩ દિવસમાં જ રૂપિયા ૧૩૨ કરોડથી વધુનો કારોબાર કરીને ૧૦૦ કરોડનો માઈલસ્ટોન સફળતાપૂર્વક વટાવી લીધો છે. બિગ સ્ક્રીન પર ‘કાલીન ભૈયા' (પંકજ ત્રિપાઠી), ‘ગુડ્ડુ પંડિત' (અલી ફઝલ) અને ‘મુન્ના ભૈયા' (દિવ્યેન્દુ શર્મા) ના દમદાર અવતારને જોઈને ફેન્સ રોમાંચિત થઈ ગયા છે. સીરિઝના જૂના સ્ટાર્સ જેવા કે શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગ્ગલ, શ્રિયા પિલગાંવકર અને કુલભૂષણ ખરબંદાએ પણ પોતાના અભિનયથી દર્શકોને જકડી રાખ્યા છે.
આ ઉપરાંત ‘મિર્ઝાપુરઃ ધ મૂવી'માં રવિ કિશન, જિતેન્દ્ર કુમાર અને સોનલ ચૌહાણ જેવા નવા ચહેરાઓની એન્ટ્રીથી વાર્તામાં એક નવો ઉત્સાહ ઉમેરાયો છે. સોશિયલ મીડિયા પર તમામ સ્ટાર્સની જુગલબંધી અને ડાયલોગ ડિલિવરીના ભારે વખાણ થઈ રહ્યા છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
