તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
દિગ્ગજ ફિલ્મમેકર સંજય ગુપ્તાના અચાનક નિધનથી ઋત્વિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કાબિલ ૨' પર છવાયા અનિશ્ચિતતાના ઘેરા વાદળો: પ્રોજેક્ટને લઈને સર્જાયું મોટું સસ્પેન્સ
સ્ક્રીપ્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હતું છતાં શૂટિંગની તારીખો અને કાસ્ટિંગ અંગે કોઈ અંતિમ નિર્ણય ન લેવાતા ફિલ્મનું ભવિષ્ય હવે રોશન પરિવારના હાથમાં; શું નવેસરથી આગળ વધશે આ સિક્વલ?

મુંબઈ : બોલિવૂડ જગતમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં 'કાંટે', 'શૂટઆઉટ એટ વડાલા' અને 'કાબિલ' જેવી સુપરહિટ ફિલ્મોનું સર્જન કરનાર પ્રખ્યાત ફિલ્મમેકર સંજય ગુપ્તાનું તાજેતરમાં ૩૦ ઓક્ટોબરના રોજ નિધન થઈ ગયું છે, જેના કારણે ઋત્વિક રોશનના ચાહકોમાં ભારે ઉત્સાહ જગાવતી તેમની આગામી ફિલ્મ 'કાબિલ ૨'ના ભવિષ્ય સામે એક મોટું પ્રશ્નાર્થ ચિન્હ ઊભું થઈ ગયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સંજય ગુપ્તા પોતાની આ મહત્વાકાંક્ષી ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ સંપૂર્ણપણે પૂરું કરી ચૂક્યા હતા અને તેમણે વાયદો કર્યો હતો કે આ બીજો ભાગ પહેલા કરતા પણ વધુ ખતરનાક અને રોમાંચક હશે, પરંતુ અચાનક સર્જાયેલી આ દુર્ઘટનાને કારણે શૂટિંગ શરૂ થાય તે પહેલા જ પ્રોજેક્ટ અધ્ધરતાલ લટકી ગયો છે.
ઘટનાની વિગતવાર માહિતી આપતા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે સંજય ગુપ્તાના નિધન અગાઉ રોશન પરિવાર તરફથી આ ફિલ્મને લઈને કોઈ અંતિમ ગ્રીન સિગ્નલ કે પ્રોડક્શન શેડ્યુલ ફાઈનલ કરવામાં આવ્યું ન હતું, જેથી હવે સવાલ એ ઉભો થાય છે કે શું રોશન પરિવાર આ પ્રોજેક્ટને જાતે આગળ ધપાવશે અથવા તો કોઈ નવા દિગ્દર્શક અને લેખકની મદદથી સંજય ગુપ્તાના આઈડિયા પર નવેસરથી કામ શરૂ કરવામાં આવશે કે કેમ.
બોલિવૂડના આ મોટા પ્રોજેક્ટ પર છવાયેલા રહસ્ય અને સસ્પેન્સને કારણે ફિલ્મ ઉદ્યોગમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, અને ચાહકો પણ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થાય તેની રાહ જોઈ રહ્યા છે.
આગામી સમયમાં રોશન પરિવાર દ્વારા આ અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની મીનળ નજર રહેશે, જે નક્કી કરશે કે 'કાબિલ ૨' રૂપેરી પડદા પર આવશે કે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
