News of Wednesday, 22nd July 2026
ટુંક સમયમાં શરૂ થશે બિગ બોસ ૨૦: સલમાન ખાન કરશે હોસ્ટ
ટીવીનો સૌથી વિવાદાસ્પદ અને લોકપ્રિય શો બિગ બોસ ૨૦ ફરી એકવાર શરુ થવા જઈ રહ્યો છે : આ વર્ષની સીઝન વધારે ખાસ હશે કારણ કે આ વર્ષે બિગ બોસ શોને ૨૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે

મુંબઇ તા.૨૨: ટીવીનો સૌથી વિવાદાસ્પદ રિયાલીટી શો બિગ બોસ ગણાય છે. અત્યાર સુધીમાં બિગ બોસની ૧૯ સીઝન આવી ચુકી છે અને દરેક સીઝન ધમાલ અને વિવાદોથી ભરપુર રહી છે. હવે ટુંક સમયમાં બિગ બોસની ૨૦ મી સીઝન શરુ થશે. બિગ બોસ ૨૦ અંગે મેકર્સે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. સૌથી ખાસ વાત એ છે કે આ વખતે પણ શોના હોસ્ટ સલમાન ખાન હશે.
મહત્વપૂર્ણ છે કે બિગ બોસ શોને સલમાન ખાને ૧૬ વર્ષ હોસ્ટ કર્યો છે. સલમાન ખાન હવે બિગ બોસની ૨૦ મી સીઝન પણ હોસ્ટ કરશે. જેની તૈયારીઓ શરુ થઈ ચુકી છે. શોના મેકર્સ દ્વારા બિગ બોસ ૨૦ નું એલાન કરી દેવામાં આવ્યું છે. શો નો એકદમ નવો આઈકોનિક આઈ લોગો પણ શેર કરવામાં આવ્યો છે.
બિગ બોસ ૨૦ થી બિગ બોસ શોમાં દેખાતો આઈકોનિક આઈ લોગો પણ બદલી ગયો છે. જીયો હોટસ્ટારના ઈંસ્ટાગ્રામ પેજ પર નવા આઈ લોગોનો શોર્ટ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વાત પરથી એ પણ કંફર્મ થઈ ગયું છે બિગ બોસ ૨૦ જિયો હોટસ્ટાર પર જોવા મળશે. બિગ બોસ ૨૦ ની એનાઉન્સમેન્ટ સાથે બિગ બોસના ચાહકો પણ ખુશ થઈ ગયા છે. ચાહકો આ વખતે બિગ બોસમાં કોણ જોવા મળશે તેનો અંદાજ પણ લગાવવા લાગ્યા છે. અલગ અલગ કલાકારોના નામની સાથે સૌથી વધુ ચર્ચા યોગેશ રાવતના નામની થઈ રહી છે. આ સિવાય સિવેટ તોમર સેન્ટી શર્મા સહિતના નામોની ચર્ચા બિગ બોસ ૨૦ માટે થઈ રહી છે. જો કે મેકર્સ તરફથી સ્પર્ધકોના નામની પુષ્ટી કરવામાં નથી આવી
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
