News of Saturday, 2nd May 2026
‘ભૂત બાંગ્લા'ફિલ્મની ૨૦૦ કરોડ ક્લબમાં એન્ટ્રીઃ મિશ્ર પ્રતિસાદ છતાં બોક્સ ઓફિસ પર દમદાર કમાણી
૧૨૦ કરોડના બજેટમાં તૈયાર થયેલી ફિલ્મ ‘ભૂત બાંગ્લા' એ પોતાનો પ્રોડક્શનનો ખર્ચો કમાઈ લીધો

મુંબઈ,તા.૨: અક્ષય કુમારની હોરર-કોમેડી ફિલ્મ 'ભૂત બાંગ્લા' આજે સુપરહિટ સાબિત થવા જઈ રહી છે. આ ફિલ્મ રીલિઝ થયાના ટૂંકાગાળામાં ૧૦૦ કરોડ રૂપિયાનો દમદાર વકરો કર્યો હતો.
રીલિઝ થયાના ૧૫ દિવસમાં ફિલ્મે ૨૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આમ તે ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે.બોક્સઓફિસ પર ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે છતાં ફિલ્મ ધીમે ધીમે રફતાર કમાણીના મામલે પકડી રહી છે.
આશરે ૧૨૦ કરોડના બજેટમાં તૈયાર થયેલી ફિલ્મ 'ભૂત બાંગ્લા' એ પોતાનો પ્રોડક્શનનો ખર્ચો કમાઈ લીધો છે. દર્શકોને નવો ઝોન અને નવી વાર્તાથી આકર્ષવામાં પ્રિયદર્શન સફળ રહ્યા છે. પેઈડ પ્રીવ્યૂમાં ૩ કરોડની કમાણી કરી હતી, જ્યારે ઑપનિગ ડે પર ૧૨.૨૫ કરોડનો વકરો કર્યો હતો. એક અઠવાડિયામાં ૮૪ કરોડ અને બીજા અઠવાડિયે ૪૩ કરોડનો વકરો ફિલ્મે કર્યો હતો. હવે ૧૫ દિવસનું કુલ ક્લેક્શન ૧૦૦ કરોડને પાર કરી ગયું હતું. જ્યારે એકલા ૧૫માં દિવસનું ક્લેકશન ૩ કરોડ રહ્યું હતું. બોક્સઓફિસના ગ્રોસ રેટની વાત કરવામાં આવે તો ફિલ્મે ૧૩૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે વર્લ્ડવાઈડ ક્લેક્શન સાથે વાત કરવામાં આવે તો આ આંકડા કરતા અનેકગણું વધારે ક્લેક્શન થયું છે.
૧ મેના સાંજ સુધીના રિપોર્ટ અનુસાર ફિલ્મે ૧૦૦ મિલિયન ડોલરથી વધારે વર્લ્ડવાઈડ કમાણઈ કરી હતી. સમગ્ર દુનિયાની સ્ક્રિન પર ફિલ્મનું ટોટલ ક્લેકશન ૨૦૦ સુધી પહોંચી ગયું છે. આમ અક્ષયની ફિલ્મ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ૧ મેના રોજ 'રાજા શિવાજી' ફિલ્મ પણ રીલિઝ થઈ છે. આ સાથે જુનૈદ ખાન અને સાઈ પલ્લવીની ફિલ્મ 'એક દિન' પણ રીલિઝ થઈ છે. આ ફિલ્મ ધીમે ધીમે આગળ વધી રહી છે. બોક્સ ઓફિસ પર ઑપનિગ ડે ઈનકમ ૭૬ કરોડ રૂપિયાની રહી હતી. આ ફિલ્મને લઈ ખાસ કોઈ પ્રમોશન થયું નથી પણ ફિલ્મની વાર્તા પરથી કહી શકાય કે ફિલ્મ ઠીકઠાક ચાલશે.(૪૦.૧૨)
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
