News of Saturday, 12th September 2026
‘હૈવાન' મૂવી પછી ૪ ક્રાઈમ થ્રિલર ફિલ્મ સપ્ટેમ્બરમાં થશે રિલીઝ
પ્રિયદર્શનનાં નિર્દેશનમાં બનેલી ‘હૈવાન' સિનેમાઘરોમાં રિલીઝ

મુંબઈ,તા.૧૨: અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની મોસ્ટ અવેટેડ ક્રાઈમ-થ્રિલર ફિલ્મ 'હૈવાન' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. જો કે આ વાત જાણીને તમે ખુશ થઈ જશો કે 'હૈવાન' પછી બીજી ચાર દમદાર એક્શન થ્રિલર ફિલ્મો થિયેટર્સમાં રિલીઝ થવા માટે તૈયાર છે. તો જાણો આ અપકમિગ ફિલ્મો વિશે જે તમારા વીકેન્ડને બ્લોકબસ્ટર બનાવી શકે છે.
‘દાયરા' મૂવી
રિલીઝ ડેટઃ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬
સ્ટારકાસ્ટઃ કરીના કપૂર ખાન, પૃથ્વીરાજ સુકુમારન
નિર્દેશકઃ મેઘના ગુલઝાર રાઝી અને સૈમ બહાદુર જેવી શાનદાર ફિલ્મો બનાવી ચૂકેલા નિર્દેશક મેઘના ગુલઝાર ફરી એકવાર ગંભીર વિષય પર બનેલી ફિલ્મને લઈને આવી રહ્યાં છે. આ ફિલ્મનું નામ 'દાયરા' છે. વાસ્તવિક ઘટના પર આધારિત આ ફિલ્મમાં કોઈ ગીત નથી. આ ફિલ્મની કહાની બે પોલીસ અધિકારીઓની આસપાસ ફરે છે.
‘લવ લોટરી' મૂવી
રિલીઝ ડેટ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬
સ્ટારકાસ્ટ અક્ષય ઓબેરોય, હેલી દારુવાલા અને કબીર દૂહન સિંહ
નિર્દેશકઃ અરવિંદ પાંડે તમે ક્રાઈમ થ્રિલર ફિલ્મ જોવાનાં શોખીન છો તો આ મૂવી તમારે ખાસ જોવી જોઈએ. આ ફિલ્મની કહાની પ્રેમ, અચાનક થતી લોટરી અને તેની પાછળનાં રહસ્યોની આસપાસ ફરે છે.
‘The Deputy' ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬
સ્ટારકાસ્ટ ડ્યુક નિકોલસન, સ્ટીફન ડોર્ફ, જૂલિયા ફોક્સ, વિલિયમ એચ. મૈસી
નિર્દેશકમેટ સુક્કર
આ ફિલ્મમાં સસ્પેન્સની સાથે-સાથે ઇમોશનલ અને ડાર્ક થ્રિલરનો તડકો જોવા મળી રહ્યો છે. ડ્યુક નિકોલસન અને વિલિયમ એચ. મૈસીની એક્ટિંગ તમને મૂવી જોવા માટે મજબૂર કરશે.
‘પ્રાઈમટાઈમ' મૂવી
રિલીઝ ડેટ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬
સ્ટારકાસ્ટરોબર્ટ પેટિનસન, મેરિટ વેવર, સ્કાઈલર ગિસોડો
નિર્દેશક લાન્સ ઓપેનહાઈમ
પ્રાઈમટાઈમ સપ્ટેમ્બર મહિનાની સૌથી ચર્ચિત અને ડાર્ક મીડિયા એથિક્સ થ્રિલર ફિલ્મોમાંથી એક છે. આમ, તમે થ્રિલર ફિલ્મો જોવાનાં શોખીન છો તો સપ્ટેમ્બર મહિનો તમારા માટે ખાસ બની રહેશે. આ દિવસોમાં થિયેટરોમાં 'હૈવાન' રિલીઝ થઈ ગઈ. શરૂઆતનાં રિવ્યૂ પ્રમાણે ફિલ્મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.(૪૦.૪)
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
