તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
૨૪ ડિસેમ્બરે પડદા પર ટકરાશે બે કિંગઃ એકમાં શાહરુખ ખાન તો બીજીમાં નાગાર્જુન
શાહરુખ ખાનની ‘કિંગ' અને નાગાર્જુનની ‘કિંગ ૧૦૦' ફિલ્મ ૨૪ ડિસેમ્બરે એક જ દિવસે રિલીઝ થશે

મુંબઈ,તા.૦૧: શાહરુખ ખાનના ફેન્સ ૨૪ ડિસેમ્બરે રિલીઝ થનારી તેની આગામી ફિલ્મ ‘કિગ'ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં શાહરુખની દીકરી સુહાના ખાન, અભિષેક બચ્ચન, અનિલ કપૂર, રાની મુખરજી, દીપિકા પાદુકોણ, અભય વર્મા તેમ જ જયદીપ અહલાવત જેવા સ્ટાર્સ કામ કરી રહ્યા છે. આ ફિલ્મની રિલીઝની તારીખ પહેલાંથી જ નક્કી છે ત્યારે હવે રિપોર્ટ છે કે આ જ દિવસે સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનની પણ એક ફિલ્મ આવી રહી છે. ખાસ વાત તો એ છે કે તેની ફિલ્મનું ટાઇટલ પણ શાહરુખની ફિલ્મ જેવું જ છે.
એક તરફ શાહરુખ ખાનની ફિલ્મનું નામ ‘કિગ' છે તો બીજી તરફ નાગાર્જુનની ફિલ્મનું નામ ‘કિગ ૧૦૦' છે. શાહરુખની ફિલ્મ ઍક્શન થ્રિલર છે તો નાગાર્જુનની ફિલ્મમાં પણ જબરદસ્ત ઍક્શન જોવા મળવાની છે. ગઈ કાલે નાગાર્જુનની ૬૭મી વર્ષગાંઠના અવસર પર આ ફિલ્મનો ટીઝર-વિડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો જેમાં તેનો જબરદસ્ત ઍક્શન અવતાર જોવા મળ્યો હતો.
બન્ને ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ રહી હોવા છતાં બોક્સ-ઑફિસ પર ક્લેશ જેવી સ્થિતિ નથી, કારણ એ છે કે બન્ને ફિલ્મોનું ઑડિયન્સ એકદમ અલગ છે. અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે ‘કિગ' માત્ર હિન્દી ભાષામાં રિલીઝ થઈ રહી છે, જ્યારે ‘કિગ ૧૦૦' માત્ર તેલુગુ ભાષામાં રિલીઝ થવાની છે. આવી સ્થિતિમાં બોક્સ-ઑફિસ પર બન્ને ફિલ્મોને એકબીજાથી કોઈ ખાસ ખતરો નથી.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
