News of Thursday, 29th January 2026
મનીષ પોલની લવ સ્ટોરીના '19 નોટ આઉટ': પત્ની સંયુક્તા માટે છલકાયો પ્રેમ, લખી દિલ જીતી લે તેવી પોસ્ટ
લગ્નજીવનના બે દાયકાની નજીક પહોંચેલું આ કપલ આજે પણ નવપરિણીત જેવું જ ફ્રેશ લાગે છે; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ફિદા

મુંબઈ, : બોલિવૂડના સૌથી લોકપ્રિય હોસ્ટ અને ટેલેન્ટેડ એક્ટર મનીષ પોલ આજે પોતાની અંગત જિંદગીની એક મોટી સિદ્ધિની ઉજવણી કરી રહ્યા છે.મનીષ અને તેમની પત્ની સંયુક્તા પોલના લગ્નને આજે સફળતાપૂર્વક 19 વર્ષ પૂર્ણ થયા છે. આ ખાસ અવસરે મનીષે સોશિયલ મીડિયા પર પોતાની પત્ની માટે એક અત્યંત ભાવુક મેસેજ શેર કર્યો છે, જે વાંચીને કોઈ પણનું દિલ ભરાઈ આવે.
મનીષે શેર કરેલી તસવીરોમાં આ કપલ વચ્ચેની કેમિસ્ટ્રી સાફ જોવા મળે છે. પોતાની પોસ્ટમાં મનીષે સ્વીકાર્યું કે, એક સફળ લગ્નજીવન માત્ર રોમાંસ પર જ નહીં, પણ પરસ્પર સમજણ, અગણિત સમાધાન અને મિત્રતાના પાયા પર ટકેલું હોય છે. તેમણે સંયુક્તાને પોતાનો 'પાવર હાઉસ' ગણાવી હતી. મનીષ જ્યારે કરિયરના સંઘર્ષના તબક્કામાં હતા, ત્યારથી લઈને આજના સ્ટારડમ સુધી સંયુક્તા હંમેશા તેમની પડખે અડીખમ ઊભી રહી છે.
ગ્લેમરની દુનિયામાં એક આદર્શ ઉદાહરણ
મનોરંજન જગતની ઝાકઝમાળ વચ્ચે જ્યાં સંબંધો જલ્દી તૂટી જતા હોય છે, ત્યાં મનીષ અને સંયુક્તાની આ 19 વર્ષની સફર નવી પેઢી માટે એક મિશાલ છે. ચાહકો અને બોલિવૂડના મિત્રો આ જોડી પર અભિનંદનનો વરસાદ કરી રહ્યા છે. મનીષે અગાઉ પણ અનેક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, "હું આજે જે કંઈ પણ છું, તેમાં સંયુક્તાનો ફાળો સૌથી મોટો છે."
ખરેખર, આ જોડી સાબિત કરે છે કે જો સાથીદારનો સાથ મજબૂત હોય, તો જીવનની કોઈ પણ મુશ્કેલી હસીને પાર કરી શકાય છે.
(5:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
