<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

રણવીરસિંહ-સારા અર્જુનની ધૂરંધરનું લવસોંગ ‘ગહેરા હુઆ' રીલીઝ થયું

પાંચમી ડિસેમ્‍બરે આવી રહી છે ફિલ્‍મઃ સંજય દત્ત, આર. માધવન, અક્ષય ખન્‍નાની પણ મહત્‍વની ભુમિકા

મુંબઇ તા. ૨: રણવીરસિંહની ફિલ્‍મ ધૂરંધરનું નવુ ગીત ગહેરા હુઆ રિલીઝ થઇ ગયું છે. ટાઇગલ સોંગ પછી હવે અરીજીતસિંઘે ગાયેલુ ગહેરા હુઆ ગીત આવ્‍યું છે. નિર્માતાઓને આશા છે આ વર્ષનું આ સોૈથી લોકપ્રિય લવ સોંગ બનશે. આ ગીત પ્રેમકથાને આગળ લઇ જાય છે. અક્ષય ખન્‍ના, આર. માધવન અને અર્જુન રામપાલ, રાકેશ બેદી, સોૈમ્‍યા ટંડન, માનવ ગોહિલ મુખ્‍ય ભુમિકામાં છે. ફિલ્‍મ પાંચમી ડિસેમ્‍બરે રીલીઝ થવાની છે.

રણવીર અને સારા અર્જુન પર ફિલ્‍માવાયેલુ આ ગીત બંનેની સ્‍ક્રીન પરની કેમિસ્‍ટ્રી પણ રજુ કરી રહ્યું છે. ગીતનો મ્‍યુઝિક વીડિયો હવે સારેગામા મ્‍યુઝિકની યુ-ટયુબ ચેનલ પર ઉપલબ્‍ધ છે. તેમજ અન્‍ય મ્‍યુઝિક એપ્‍સ પર પણ સ્‍ટ્રીમ થઇ રહ્યું છે.

આદિત્‍ય ધર લેખીત નિર્દેશીત આ ફિલ્‍મમાં રણવીરસિંહ, સારા અર્જુન સાથે સંજય દત્ત, અક્ષય ખન્‍ના, રાકેશ બેદી, સોૈમ્‍યા ટંડન, નવીન કોૈશિક, માનવ ગોહિલ, ડેનીશ પાંડોર સહિતની મુખ્‍ય ભુમિકા છે. આ ફિલ્‍મની લંબાઇ ૨૧૨ મિનીટની છે. ફિલ્‍મનું મોટા ભાગનું શુટીંગ ભારતના મુંબઇ, પંજાબ, લદ્દાખ, થાઇલેન્‍ડમાં થયું છે.

(4:08 PM IST)