તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Tuesday, 23rd September 2025
અવિકા રિયલિટી શોમાં ફિયૉન્સે મિલિંદ ચાંદવાણી સાથે કરશે રિયલ લગ્ન
અવિકા ગોર અને તેનો ફિયૉન્સે મિલિંદ ચાંદવાણી હાલમાં રિયલિટી શો ‘પતિ પત્ની ઔર પંગા'માં સાથે જોવા મળી રહી છે

મુંબઇ, તા.૨૩: અવિકા ગોર અને તેનો ફિયૉન્સે મિલિંદ ચાંદવાણી હાલમાં રિયલિટી શો ‘પતિ પત્ની ઔર પંગા'માં સાથે જોવા મળી રહી છે. હવે આ જોડી રિયલિટી શોમાં જ રિયલ લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહી છે અને બન્નેના પરિવારજનો પણ લગ્નના સેલિબ્રેશનમાં જોડાશે. આ લગ્ન ૩૦ સપ્ટેમ્બરે થશે, જ્યારે વિવાહના એપિસોડ્સ ૧૦ અને ૧૧ ઑક્ટોબરે ટેલિકાસ્ટ થશે.
ગઈ કાલે આ પ્રેમી જોડીએ સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લઈને આશીર્વાદ લીધા હતા અને તેમનું પ્રથમ વેડિંગ કાર્ડ ઑફર કર્યું હતું અને ફોટોગ્રાફર્સને મીઠાઈ પણ વહેંચી હતી.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
