News of Saturday, 19th July 2025
ફિલ્મ ‘કિંગ’ માં એક્શન સીનનું શૂટિંગ કરતી વખતે શાહરુખાન ઘાયલ ":સારવાર માટે અમેરિકા રવાના
59 વર્ષીય શાહરૂખ ખાન મુંબઈના ગોલ્ડન ટોબેકો સ્ટુડિયોમાં કેટલાક અદ્ભુત એક્શન સિક્વન્સનું શૂટિંગ કરતો હતો ત્યારે અકસ્માતે ઇજા પહોંચી

મુંબઈ :બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ કિંગ માટે સમાચારમાં છે. આ અભિનેતા તેની ફિલ્મો માટે ખૂબ જ મહેનત કરે છે. તે દરેક સીન જાતે કરવામાં માને છે. ઘણી વખત તેને આ કારણે ઈજા થાય છે. ફરી એકવાર કિંગ ખાન આગામી એક્શન ફિલ્મ ‘કિંગ’ માં એક એક્શન સીનનું શૂટિંગ કરતી વખતે ઘાયલ થયો છે. 59 વર્ષીય શાહરૂખ ખાન મુંબઈના ગોલ્ડન ટોબેકો સ્ટુડિયોમાં કેટલાક અદ્ભુત એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેને અકસ્માત થયો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક સૂત્રએ માહિતી આપી છે કે ઈજાના સમાચાર ગુપ્ત રાખવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ શાહરૂખ તાત્કાલિક તેની ટીમ સાથે તબીબી સહાય માટે અમેરિકા રવાના થઈ ગયો છે. ઈજા ખૂબ ગંભીર નથી, પરંતુ સ્નાયુઓ ખેંચાઈ ગયા છે. શાહરૂખે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્ટંટ કરતી વખતે ઘણી વખત પોતાના શરીરને મુશ્કેલીમાં મૂક્યું છે.
સૂત્રએ એમ પણ જણાવ્યું છે કે સર્જરી પછી, શાહરૂખને કામમાંથી એક મહિનાનો વિરામ લેવાનું કહેવામાં આવ્યું છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કિંગનું આગામી શેડ્યૂલ હવે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં શરૂ થશે. કારણ કે શાહરૂખને સ્વસ્થ થવા માટે થોડો સમય આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયા પછી, તે સેટ પર પાછો ફરશે.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
