<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

‘સ્ત્રી-૨' થકી રાજકુમાર રાવ સફળતાની હેટ્રીક માટે તૈયાર

મુંબઇ તા. ૧૭: રાજકુમાર રાવની આ વર્ષની સોૈથી વધુ પ્રતિક્ષીત ફિલ્‍મ ‘ષાી-૨'નું વધુ એક પોસ્‍ટર રિલીઝ થયું છે. ફિલ્‍મનું ટ્રેલર આવતી કાલે રિલીઝ થશે. જેમાં ફિલ્‍મની કહાની અને રાજકુમાર રાવની ભુમિકા વિશે વધુ ખુલાસો થઇ શકશે. રાજકુમાર રાવની બે ફિલ્‍મો વર્ષની શરૂઆતમાં આવી હતી. જેમાં શ્રીકાંત અને મિસ્‍ટર એન્‍ડ મિસીસ માહીનો સમાવેશ થાય છે. બંને ફિલ્‍મો દર્શકોને ગમી હતી. હવે આ બહુમુખી કલાકાર સફળતાની હેટ્રીકની તૈયારીમાં છે.સ્ત્રી-૨ પંદરમી ઓગષ્‍ટના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ઉપરાંત રાજકુમાર રાવ ‘વિક્કી વિદ્યા કા વો વાલા વિડીયો' નામની ફિલ્‍મમાં પણ જોવા મળશે.

(3:17 PM IST)