News of Friday, 14th August 2026
ગોંડલના યુવા એડવોકેટ હિતેશભાઈ રામાણીનો જન્મદિવસ

ગોંડલ,તા.૧૪: ભગવતભૂમિ એવા ગોંડલમાં ખેડૂત પરિવારમાં જન્મેલ અને નાની ઉંમરમાં મોટુ નામ ધરાવતા યુવા એડવોકેટ હિતેશભાઈ રામાણીનો આજે જન્મદિવસ છે.તેઓએ ૨૮ વર્ષ પૂર્ણ કરીને ૨૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
ગોંડલમાં B.Com L.L.B સુધીનો અભ્યાસ કરીને ન્યાય મંદિર પાસે જ ઓફિસ ધરાવતા હિતેશભાઈ રામાણી ઘણા સમયથી રેવન્યુ વકીલાતની પ્રેક્ટિસ કરી રહ્યા છે.બહોળો મિત્ર વર્ગ ધરાવતા વ્યવસાયે એડવોકેટ હિતેશભાઈ રામાણી સેવાકીય પ્રવૃતિઓમાં પણ અગ્રેસર રહીને જય ભોજલરામ ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે.ત્યારે એડવોકેટ હિતેશભાઈ રામાણીને આજે તેમના જન્મ દિવસે હિતેચ્છુ મિત્રોમાં ગોંડલ બાર એસોસિયેશનના વકીલો, રાજકીય સામાજિક આગેવાનો,બિલ્ડરો,જમીન મકાનના ધંધાર્થીઓ દ્વારા તેમના મો.૯૭૭૩૦ ૭૬૦૧૦ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
