તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Saturday, 8th August 2026
જામનગર જિલ્લા આહિર સેના પ્રમુખ ગીરીશભાઈ ડેરનો આજે જન્મદિવસઃ શુભેચ્છાનો અવિરત પ્રવાહ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૮: સામાજિક ક્ષેત્રે સક્રિય આગેવાન, ‘આદેશ કન્સ્ટ્રક્શન'ના સ્થાપક તેમજ જામનગર જિલ્લા આહિર સેનાના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ડેરનો આજે જન્મદિવસ છે. આ ખાસ પ્રસંગે સવારથી જ તેમના સ્નેહીજનો, મિત્રો, સામાજિક-રાજકીય આગેવાનો અને શુભેચ્છકો દ્વારા સોશિયલ મીડિયા તેમજ ફોન કોલ્સ મારફતે શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે. શ્રી ગીરીશભાઈ ડેર પોતાની સામાજિક નિષ્ઠા, સમાજઉપયોગી કાર્યો અને સરળ સ્વભાવને કારણે આહિર સમાજમાં ખૂબ જ ઊંચી નામના અને આદરણીય સ્થાન ધરાવે છે
શ્રી ગીરીશભાઈ ડેર પોતાના શાંત, મળતાવળા સ્વભાવ અને સામાજિક કાર્યપ્રણાલીને કારણે સમગ્ર જિલ્લામાં વિશાળ મિત્ર વર્તુળ અને આદરણીય સ્થાન ધરાવે છે. આહિર સેના જામનગર જિલ્લા પ્રમુખ તરીકે તેઓ સામાજિક સમરસતા, યુવા સંગઠન અને સમાજના કલ્યાણકારી કાર્યોમાં સતત સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના તમામ મિત્રો, સગા-સંબંધિઓ તથા પ્રશંસકો તેમના મોબાઈલ નંબર ૯૪૦૮૦ ૧૦૭૮૬ પર કોલ અને મેસેજ કરીને તેમને જન્મદિવસ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
