News of Saturday, 25th July 2026
આહીર યુવા ફોરમના સ્થાપક અશ્વિન જાટીયાનો જન્મદિવસ

રાજકોટઃ તાજેતરમાં જ જી.એ.ડી માંથી બદલી થઇને સચિવાલયના પંચાયત વિભાગમાં સેકશન અધિકારી તરીકે નિમણુંક પામેલાં રાજકોટના વતની શ્રી અશ્વિન જયહિન્દભાઇ જાટીયાનો જન્મ રપ મી જુલાઇ ૧૯૭૦ના રોજ રાજકોટમાં થયેલ. તેમણે ૧૯૯૦ થી સચિવાલયના વિવિધ વિભાગો તથા મંત્રી મંડળમાં ફરજ બજાવી છે. આજે તેઓ જીવનના ૫૭ મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. હકારાત્મક વિચારો ધરાવે છે. તેઓ આહીર સમાજના શૈક્ષણિક અને સામાજીક વિકાસ, કુરીવાજોની નાબૂદી તથા સંગઠન માટે વિદ્યાર્થીકાળથી જ સતત પ્રયત્નશીલ છે. પાટનગરમાં પણ ૧૯૯૯ માં આહીર યુવા ફોરમ, ગાંધીનગરની સ્થાપના કરીને સતત ૨૭ વર્ષથી સમાજના તારલાઓને પ્રોત્સાહન આપતાં આવ્યા છે. તેઓના જન્મદિને તેઓ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
