News of Wednesday, 8th April 2026
જામ્યુકોના ફાયર ઓફિસર અનવર ગજણનો જન્મદિન

(મુંકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા ૮: જામનગર મહાનગરપાલિકામાં હાલ સ્ટેશન ફાયર ઓફિસર, તથા ઇન્ચાર્જ સિક્યુરિટી ઓફિસર, તેમજ ઇન્ચાર્જ દબાણ હટાવ અધિકારી તરીકે સેવારત અનવર હુશેનભાઇ ગજણનો આજે જન્મદિન છે. તા. ૮ એપ્રિલ ૧૯૮૪નાં દિને જન્મેલા અનવરભાઈ ૧૮ વર્ષની વયે જ ૨૫/૧૧/૨૦૦૨નાં નોકરીમાં જોડાઇ ગયા હતાં. ફાયર બ્રિગ્રેડ કો-ઓપરેટીવ સોસાયટી (સહકારી મંડળી)નાં પ્રમુખપદે સેવારત અનવરભાઇએ ફાયર ઓફિસર તરીકે નિષ્ઠાપૂર્વક દિર્ઘકાલીન સેવા બજાવી નામના સંપાદિત કરી છે. ઉપરાંત ઇન્ચાર્જ સિક્યુરિટી ઓફિસરક અને ઇન્ચાર્જ દબાણ નિરીક્ષક તરીકેની પણ વધારે જવાબદારીઓ સંભાળી રહ્યા છે. તેમનાં જન્મદિવસ નિમિત્તે ‘અકિલા' પરિવાર શુભેચ્છા પાઠવે છે. તેમના મો. ૯૯૭૮૩ ૬૬૬૫૬ છે.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
