તા. ૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૫ શનિવાર
News of Saturday, 28th February 2026
જીવદયા પ્રેમી-સ્વસ્તિક પોલીસ સ્ટોરના સંદિપભાઈ શ્રીમાંકરનો કાલે જન્મદિવસ
કાલે અને સોમવારે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિનામુલ્યે વિતરણ કરી સેવામય ઉજવણી કરાશે

રાજકોટ તા. ૨૮ : સૌરાષ્ટ્રના જાણીતા વેપારી અગ્રણી, જીવદયા પ્રેમી, ગૌસેવક સ્વ. મહેન્દ્રભાઈ શ્રીમાંકરના સુપત્ર અને રાજકોટની જાણીતી વેપારી પેઢી સ્વસ્તિક પોલીસ સ્ટોરના સંચાલક સંદીપભાઈ મહેન્દ્રભાઈ શ્રીમાંકરનો કાલે તા. ૧ લી માર્ચના ૫૧ મો જન્મદિવસ છે. અત્રે ઉલેખનીય છે કે સંદીપભાઈ શ્રીમાંકર જીવદયાના કાર્યોમાં અગ્રેસર રહે છે તથા કરુણા કાઉન્ડેશન ટ્રસ્ટ-અનીમલ હેલ્પ લાઈન, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ, સદભાવના વળધ્ધાશ્રમ સહિતની અનેક સંસ્થાઓ સાથે તન, મન, ધનથી જોડાયેલા છે. શ્રીજી બાવામાં અપાર શ્રધ્ધા ધરાવે છે. ગૌસેવા-જીવદયા-માનવતાના વારસાને સતત આગળ ધપાવતા તેમજ ચેરીટી બીગીન્સ ફોમ હોમઁના ન્યાયે સંદીપભાઈ શ્રીમાંકર પરિવારે દર વર્ષની માફક આ વર્ષે જન્મ દિવસની સેવામય ઉજવણી કરવાનું નકકી કર્યું છે. માતુશ્રી ગં.સ્વ. મધુરીબેન મહેન્દ્રભાઇ શ્રીમાંકરના આર્શીવાદથી અને એનીમલ હેલ્પલાઈનના સહકારથી કાલે તા. ૧ માર્ચના રવિવારે સવારે ૮ થી સવારે ૯ દરમ્યાન રેસકોર્ષ ચબુતરો, બહુમાળી ભવન સામે, રાજકોટ તથા તા. ૨ માર્ચના સોમવારે સ્વસ્તિક પોલીસ સ્ટોર, મોટી ટાંકી ચોક, મહાવીર એપાર્ટમેન્ટ ખાતેથી પણ આખો દિવસ નિઃશુલ્ક વિતરણ કરાશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંદીપ શ્રીમાંકર, સપના શ્રીમાંકર, હાર્દિક શ્રીમાંકર, અદિતી શ્રીમાંકર, કિર્તી ધાબલીયા, મયુર ધાબલીયા, નીપા ધાબલીયા, ટર્વિકલ ધાબલીયા, હેમેન્દ્રભાઈ પારેખ, ધર્મેશ પારેખ, જગદીશ પારેખ, આશીષ શ્રીમાંકર, કેયુર શ્રીમાંકર, યશ શ્રીમાંકર, જય શ્રીમાંકર, પારસ મોદી, મયુર શાહ, પ્રશાંત શેઠ, તેજસ શેઠ વિગેરે જહેમત ઉઠાવી રહયાં છે. સંદીપભાઇ શ્રીમાંકરને જન્મદિવસ નિમિતે તેમના મો.૯૦૯૯૦ ૧૪૦૧૨ ઉપર ચોમેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
