<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

એડવોકેટ હિરેન તોલાણીનો આજે જન્‍મદિવસ

 

રાજકોટઃ  રેવન્‍યુ તથા સીવીલ ક્ષેત્રે પ્રેકટીસ કરતા એડવોકેટ હિરેન એસ. તોલાણીનો આજે જન્‍મ દિવસ છે. તેઓ સામાન્‍ય પરીવારમાં જન્‍મેલ અને સંધર્ષમય જીવન પસાર કરી સફળ થઈ સારી કારકિર્દી ધરાવે છે. ૨૦૧૩ ની સાલથી રાજકોટમાં ખ્‍યાતનામ ધરાવતા એડવોકેટ તથા નોટરી જયેશ ડી. રાચ તથા પ્રશાંત ડી. રાચ સાથે વકીલાતની દુનીયા સાથે સંકળાયેલા તથા ૨૦૧૮ની સાલમાં કે.એ. પાંધી લો કોલેજ, રાજકોટ ખાતે વકીલાતનો અભ્‍યાસ પૂર્ણ કરેલ. ખાસ કરી તોએ બેંકીગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તેઓ અનેક સેવાકીય સંસ્‍થા સાથે સંકળાયેલા છે તથા પોતાની સુઝ-બુઝથી દરેક ક્ષેત્રે મહારત મેળવવાની કલા તેમનામાં જોવા મળેલ છે. તેઓ વિવિધ ફાઈનાન્‍સ કંપની. બેંકોમાં પોતાની સેવાઓ આપી રહીયા છે. આજે તેમનો જન્‍મદિવસ હોય તેમના મો. નં. ૯૬૦૧૦૮૧૦૭૯ ઉપર શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(3:51 PM IST)