News of Tuesday, 9th September 2025
એનએસયુઆઇ ઉપપ્રમુખ ધ્રુમીલ રાઠોડનો આજે જન્મદિવસ

રાજકોટ : યુવા કોંગ્રેસ અગ્રણી તેમજ રાજકોટ શહેરના એનએસયુઆઇના ઉપપ્રમુખ તથા ભીલ સમાજના યુવા આગેવાન ધ્રુમીલભાઈ રાઠોડનો આજે જન્મદિવસ છે. તેઓ આજે જીવનના ૨૪ વર્ષ પૂર્ણ કરી ૨૫ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ માત્ર ૧૮ વર્ષની ઉંમરથી જ રાષ્ટ્રવાદના રંગમાં રંગાઈ કોંગ્રેસ પાર્ટી ની વિચારધારા સાથે જોડાઈ રાજકીય જીવનની સફરની શરૂઆત કરી હતી. રાજકીય ક્ષેત્રે તેઓએ એનએસયુઆઇના પાયાના કાર્યકરથી લઈને વોર્ડ, વિધાનસભા તેમજ શહેર કક્ષાએ અનેક જવાબદારીઓ નિભાવી છે. અગાઉ તેઓ રાજકોટ જિલ્લા એનએસયુઆઇના મંત્રી તરીકે સેવા આપી હતી. પોતાની સંસ્થા એકલક્ષ્ય ફાઉન્ડેશન દ્વારા સેવાકાર્યો કરી રહ્યા છે. ધ્રુમીલ કિશોરભાઈ રાઠોડ ના જન્મદિવસ નિમિત્તે તેમના કોંગ્રેસના મિત્રો તરફથી (મો. ન. ૯૭૧૨૩ ૫૭૭૪૪) ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
